અમરેલી

દામનગરથી ભુરખીયા તરફ જતા રોડ પરથી પસાર થતાં તમામ વાહનોએ વૈકલ્પિક રૂટ પર વાહન વ્યવહાર કરવો

દામનગરથી ભુરખીયા તરફ જતા રોડ પરથી પસાર થતાં તમામ વાહનોએ વૈકલ્પિક રૂટ પર વાહન વ્યવહાર કરવાનો રહેશે.

વૈક્લિપક રૂટ ૦૧ મુજબ લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરૂકુળના આગળના ભાગેથી બજરંગ નગર-છભાડીયા ફાટકથી વાયા અવાડા ચોકથી નગરપાલિકા મેઈન રોડથી પસાર થવું. 

વૈકલ્પિક રૂટ ૦૨ મુજબ ઢસા-દામનગર તરફથી આવતા વાહનોએ નગરપાલિકા મેઈન રોડ – અવાડા ચોકથી, છભાડીયા ફાટક વાયા બજરંગ નગર થઈને ગુરૂકુળના આગળના ભાગેથી લાઠી-ભુરખીયા રોડ પરથી પસાર થવું.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામુ તા. ૧૮.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે.  હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts