ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને
હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ
દરમિયાન બાતમી હકિકત આધારે રેઇડ દરમિયાન બગસરા, નદીપરા વિસ્તારમાંથી
એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લઇ, પકડાયેલ
આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ
આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી
આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
કામીલશા ઉર્ફે સુજલો સાજીદશા શાહમદાર, ઉ.વ.૨૦, રહે.બગસરા, નદીપરા,
હામાપુર રોડ, તા.બગસરા, જિ.અમરેલી.
પકડવાના બાકી આરોપીઃ-
(૧) અંજુમ ગફારભાઇ રાધનપરા, રહે.બગસરા, નદીપરા, તા.બગસરા,
જિ.અમરેલી.
(૨) તેજસ ઉર્ફે ભુરો શૈલેષભાઇ ધાંધીયા, રહે.બગસરા, તા.બગસરા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની પોલેન્ડ પ્રાઇડ પ્રીમિયમ કલેકશન રીઝર્વ
વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૨૯ કિ.રૂ.૨૧,૯૩૦/- તથા ભારતીય
બનાવટની વિદેશી દારૂની રીટઝ રીઝર્વ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ
૪૮ કિ.રૂ.૮,૧૬૦/- મળી કુલ બોટલ નંગ – ૧૭૭ કુલ કિં.રૂ.૩૦,૦૯૦/- નો
મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા
એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં
આવેલ છે.


















Recent Comments