અમરેલી

દિલીપ સંઘાણીને ફુલડે વધાવતો અમરેલી જીલ્લો, ઈશ્વરીયા થી અમરેલી સુધીની વિશાળ રેલી, ઠેરઠેર સ્વાગત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જાહેર સભા–સન્માન

પ્રદેશ ભાજપ કિશાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, ગુજરાત ભાવ નિયંત્રણ બજારના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો-મંત્રી કૌશિકભાઈ વેકરીયા, હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, મહેશભાઈ કસવાળા, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, દિનેશભાઈ પોપટ, વિનુભાઈ રાદડીયા, અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, પ્રભારી અભયસિંહ ચૌહાણ, ગુજરાત મહિલા ક્રેલીટ કો.ઓપ.ના ચેરપર્સન ગીતાબેન સંઘાણી, જીલ્લા સહકારી સંઘ ચેરમેન મનીષભાઈ સંઘાણી, જીલ્લા ખ.વે.સંઘના ચેરમેન જેન્તીભાઈ પાનસુરિયા, પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, ભાવનગર જીલ્લા સહકારી સંઘના પ્રમુખ ભાવનાબા જાડેજા, જી.પં. કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, તમામ સમાજના આગેવાનો, મહિલાઓ,યુવાનો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય-તેજાબી વકતા મહેશભાઈ કસવાળા એ જણાવ્યુ કે,અમરેલી જીલ્લામા ભારતીય જનતા પક્ષને મજબૂત બનાવવામા અને કાર્યકર્તા ધડતરમાં દિલીપભાઈ સંઘાણી નું યોગદાન ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય. કસવાળા એ લાગણીસભર ભાષામા જણાવ્યું કે, હું નાનો હતો ત્યાર થી મારા દાદા પાસે અવારનવાર દિલીપભાઈ આવતા ભાજપની વાત કરે અને દાદાનું માર્ગદર્શન મેળવતા. કાર્યકરોને મળતા ખબરઅંતર પુછતા, જરૂરીયાત લોકોને મદદ કરતા. આ સફળતા તેમના પરિશ્રમનું પરિણામ છે તેમ બિરદાવતા જણાવ્યું હતું. સન્માન પ્રત્યુતરને સંબોધતા દિલીપ સંઘાણી એ જણાવેલ કે ધોમ ધગતા તાપમા રેલી, લાંબા સમય સુધી આટલી વિશાળ મેદની શિસ્તબધ્ધ સન્માન એ દિલીપ સંઘાણીની જીત કે, સન્માન નથી ભારતીય જનતા પક્ષની જીત છે-ભાજપના કાર્યકરની જીત છે, અમરેલી જીલ્લાની જીત છે. આવનારી ચૂંટણીઓમાં અમરેલીની તમામ બેઠકો પર ભાજપ જીતશે તેમા કોઈ શંકાને સ્થાન નથી. નાનામા નાનો ભાજપનો કાર્યકર શુ કરી શકે તે અહિં જોવા મળી શકે. પરિવાર પણ મને સહયોગ આપતો રહયો જેથી પક્ષના કામમા નિરંતર રહી શકયો. આ ચૂંટણીમા વિવિધ દેશોના મતદારોએ ભારતની સહકારી પ્રવૃતિ ઉપર મુકેલ વિશ્વાસ હોવાનું જણાવી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, સહકારી પ્રવૃતિના પાયામા ચિતલના પ્રેરણાસ્ત્રોત ડાયાબાપા હિરાણી, દ્રારકાદાસ પટેલ એ સહકારી ક્ષત્રે શુન્યાવકાશ ન સર્જાય તે માટે જાગૃત કરી કેટલીક જવાબદારીઓ સોપી તેનું ફળ આજે અમરેલી જીલ્લાને મળ્યુ છું. અત્રે ઉલ્લેખનીય છે કે, સંધાણીની વૈશ્વિક સફળતા ભારતીય સહકારી આંદોલન માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધી માનવામા આવી રહી છે, વિદેશની ધરતી ઉપર ભારત માતા કી જય.. અને વંદે માતરમ.. ના જય ધોષની ઘટના ભારતની શકિત તરીકે દર્શાવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જ્ઞાતી મંડળો, શુભેચ્છકો દ્વારા દિલીપભાઈ સંઘાણીનું અભિવાદન કરવામાં આવેલ હતુ. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી – અમીતભાઈ શાહ દેશને આત્મનિર્ભર બનવા સેવલ સ્વપ્નનું બીડું ઝડપીને ભારતીય જનતા પક્ષ અને દેશને વિશ્વમંચ પર પ્રતિષ્ઠત કરવાનું કામ દિલીપ સંઘાણીએ એકપછી એક સહકારી સંસ્થાઓ હસ્તગત કરી દેખાડયુ છે આ સફળતામા શિરમોર તેવી ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ (ICA) ના ગ્લોબલ ડીરેકટર તરીકે ચૂંટાઈ આવી દેશની સફળ સહકારી પ્રવૃતિને વૈશ્વિક મંચપર મુકી ભારતની સહકારી તાકાતનું દર્શન કરાવ્યુ છે, આ સફળતાને સમગ્ર અમરેલી જીલ્લાએ અદકેરી રીતે ઉજવી હતી. ચૂટણી પ્રક્રિયા પૂર્ણ થયે પ્રથમવાર અમરેલી ખાતે દિલીપ સંઘાણી આવતા તેમના સ્વાગત માટે ઈશ્વરીયા થી અમરેલી સુધીની ભવ્ય સ્કૂટર-કાર રેલી યોજવામા આવી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સભા-સન્માનના રૂપમા ફેરવાઈ ગયેલ. શહેરના રાજમાર્ગો પર રેલીપર ઠેરઠેર સ્વાગત અને પુષ્પવૃષ્ટિ કરવામા આવેલ. સન્માન સમારોહને સંબોધતા જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી એ જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ સહકારી પ્રવૃતિને સક્ષમ બનાવવા એક અલગ સહકાર મંત્રાલય શરૂ કરવાનો નિર્ણય અને તેનું સહકાર મંત્રી તરીકેનું સુકાન અમીતભાઈ શાહ ને સોપીને સહકાર ને સમૃધ્ધ કરવાનું કાર્ય શરૂ કર્યુ તેમા દિલીપભાઈ સંઘાણીની કોઠાસુઝનો લાભ આજે અમરેલી જીલ્લાને વૈશ્વિક ક્ષેત્રે નામ અપાવ્યુ છે. સાંસદ ભરતભાઈ સુતરીયા એ એક અલગ અંદાજમા શાયરી સાથે દિલીપ સંઘાણીની સિધ્ધીને વર્ણવી હતી તેમણે જણાવ્યુ કે, જયા સુધી સફળતા ન મળે ત્યા સુધી સુવું નહિં જાગતુ સુવુ તેમ જણાવી અમરેલીના સદભાગ્યને બિરદાવતા કહુ કે, આ જીત સમગ્ર ભારત તેમા ગુજરાત અને તેમા અમરેલી એ આપણું સદભાગ્ય છે. આ જીત ગામડાના ખેડૂત પુત્રની છે. રાજયના મંત્રી-ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ દિલીપ સંઘાણીની સફળતાને ગામડા થી ગ્લોબલ સુધીની ગણાવી ચિતલની નાની એવી સહકારી મંડળીના માધ્યમ થી વિશ્વની સહકારી સંસ્થાના ટોચપર પહોચવા સુધીની સફર દિલીપ સંઘાણી સીવાય અન્ય કોઈ ન કરી શકે તેવા આત્મવિશ્વાસ સાથે બિરદાવી હતી. વેકરીયા એ વધુમા જણાવેલ કે, જે સંસ્થામા દિલીપભાઈ હોય તે સંસ્થા આગળ વધે છે, આર્થીક સક્ષમ પણ બને છે તેમ જણાવી દિલીપભાઈની સફળતામા ધર્મપત્ની ગીતાબહેનના સહયોગને બિરદાવેલ.

Related Posts