અમરેલી

હર્ષ મુકેશભાઈ સંઘાણીએ સારહી તપોવન આશ્રમ ખાતે આવેલ પ્રસિધ્ધ તપેશ્વર મહાદેવના દર્શન કરીને સંસ્થાના નિવાસી તપસ્વિઓના આર્શિવાદ મેળ્યા

પનામા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રિય કો.–ઓપરેટીવ એલાઈન્સ (ICA) ની વૈશ્વિક યુવા સમિતિના અધ્યક્ષ તરીકે પુનઃપદભાર સંભાળ્યા બાદ હર્ષ મુકેશભાઈ સંઘાણી અમરેલી આગમન થતા સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલીત સારહી તપોવન આશ્રમ ખાતે આવેલ પ્રસિધ્ધ તપેશ્વર મહાદેવના દર્શન કરીને સંસ્થાના નિવાસી તપસ્વિઓના આર્શિવાદ મેળ્યા હતા જયા તપસ્વિઓ અને સંસ્થા સ્ટાફ દ્રારા ભવ્ય સ્વાગત કરવામા આવેલ. ભારતના યુવા પ્રતિનિધિ તરીકે વૈશ્વિક સ્તરે યુવા સમિતિમાં પુનઃનિયકિત અદભુત નેતૃત્વ ક્ષમતાઓ અને અનુભવોના કારણે શકય બન્યુ છે. દેશ હિત સાથે વૈશ્વિક વિષયો પરના ઘણા બધા પ્રોજેકટમાં ભારતના યુવાનોને વિકાસ માટે જોડયા છે અને વૈશ્વિક સ્તરે અમરેલી-ગુજરાત-ભારતનું નામ રોશન કર્યું છે તેમ યાદીમાં જણાવાયેલ छे.

Related Posts