અમરેલી

જેસર રોડ ગુરુકુળ શાળા- સાવરકુંડલા માં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ… ઉત્સવ આવકારનો…

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ,  સાવરકુંડલા માં ઉજવાયો અનેરો પ્રવેશોત્સવ. જેમાં બાળ વિભાગ માં પ્રવેશ મેળવતા નાના નાના ભૂલકાઓને પ્રાચીન પરંપરા મુજબ આવકારવામાં આવ્યા.  સૌપ્રથમ સુંદર પ્રવેશદ્વાર દ્વારા બાળકોને પ્રવેશ કરાવ્યો અને ધોરણ દસ ની બાળાઓએ કુમકુમ તિલક કર્યું અને અને બાળકો એ બુક તથા પેનની પૂજા કરી અને  શ્રી તથા સ્વસ્તિક જેવા ચિન્હોને પોતાના વરદ હસ્તે આલેખન કર્યું અને અભ્યાસ ની કેડીએ પાપા પગલી કરી. સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી એ દરેક બાળકોને પ્રોત્સાહિત કર્યા તેમજ જીવનમાં આગળ વધવાના રૂડા આશીર્વાદ આપ્યા. તેની સાથે પધારેલ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગિરીશભાઈ વ્યાસ પણ બાળકોને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. ખાસ વિશાળ સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સુંદર બનાવ્યો. ધોરણ આઠ અને નવ ની બાળાઓએ સુંદર પ્રવેશ નૃત્ય દ્વારા બાળકોને આવકાર્યા. આ સાથે સંસ્થાએ ધોરણ પાંચ થી દસ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પાંચ બુક આપીને પ્રોત્સાહિત કર્યા અને સંસ્થાના વડીલ સંતોએ આ કાર્યક્રમમાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ખાસ વિદેશની ધરતી પરથી સંસ્થાના પ્રમુખ હરિપ્રસાદ દાસજી  સ્વામી એ આ કાર્યક્રમને મીડિયાના માધ્યમથી નિહાળી અને આશીર્વાદ સાથે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આમ  શાળાના આચાર્ય  કૌશિકભાઈ તેમજ દરેક ગુરૂજનો એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી.  તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts