દામનગર ના શાખપુર ગામે ચેતતા નર સદા સુખી ના સંદેશ સાથે અવેરનેસ શિબિર દામનગર પોલીસ સ્ટેશન પીઆઇ જાડેજા ની અધ્યક્ષતામાં ખેડૂત અને ખેત મજૂરોના રજીસ્ટ્રેશન કરી ગ્રામજનોને પોલીસ ની કામગીરી થી વાકેફ કરાયા આવનારા સમયની અંદર ચોરીના તેમજ અન્ય બનાવો ન બને તે માટે દરેક ગ્રામજનોને આગેવાનોને જાગૃત રહી પોલીસ કામગીરીમાં મદદ કરવા જણાવ્યું આ પ્રસંગે દામનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.જી. જાડેજા સાહેબ તેમજ હેડ કોસ્ટેબલ વિજયભાઈ ડાભી કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ધાંધલીયા તેમજ કોસ્ટેબલ તુષારભાઈ પંડ્યા સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ તથા માજી સરપંચ લખમણભાઇ બલર તેમજ લાલજીભાઈ કસોટીયા ઉપસરપંચ શ્રી નજીરભાઈ મલેક પ્રાગજીભાઈ બલર જયસુખભાઈ નાગજીભાઈ બલર જયસુખભાઈ માવજીભાઈ બલર તેમજ મુકેશભાઈ કથીરિયા અને રામજીભાઈ બલર તેમજ શાખપુરના બહોળી સંખ્યામાં ખેડૂતો અને મજૂરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમની આભાર વિધિ પોતાની આગવી શૈલીમાં શાખપુર સરપંચ શ્રી જસુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી હતી
શાખપુર ગામે પી આઈ જાડેજા ની અધ્યક્ષતા માં ચેતતા નર સદા સુખી ના સંદેશ સાથે અવેરનેસ શિબિર યોજાય
















Recent Comments