રાષ્ટ્રીય

જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ભારતીય સેનાનું એક વાહન 700 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 3 જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે ભારતીય સેનાનું એક વાહન મોટી ખીણમાં લપસીને પડ્યું હતું, આ ઘટના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH44) પર બેટરી ચશ્મા નજીક બની હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ, SDRF, સ્થાનિક લોકો અને સેનાની ટીમોએ તાત્કાલિક કામગીરી સંભાળી લીધી હતી. આ ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા હતા.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે સેનાનો કાફલો ઉધમપુરથી શ્રીનગર જઈ રહ્યો હતો. કાફલાના આ વાહનમાં ત્રણ જવાનો સવારી કરી રહ્યા હતા જે રામબન નજીક ખાડામાં ખાબક્યું હતું. વાહનમાં એક ડ્રાઇવર અને બે જવાન હતો.

Related Posts