બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, બગસરા તાલુકામાં ૭૦ જેટલાં મહિલા બચત મંડળો ચાલે છે. મહિલા મંડળ ની બહેનો આર્થિક રીતે પગભર બને, તે માટે જરૂરીયાત મંદ પરીવારની બહેનો ને સીલાઇ મશીન ખરીદવા માટે, જરૂરી સહયોગ આપવામાં આવે છે. આજ સુધીમાં ૧૨૭ બહેનો ને સીલાઈ મશીન વસાવવા માટે સંસ્થા દ્વારા સહયોગ આપવામાં આવેલ છે. તારીખ ૧૫ મે ૨૦૨૬ ના રોજ બગસરા ના વતની શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા પરીવાર ના આર્થિક સહયોગથી, પાંચ બહેનો ને સીલાઈ મશીન વસાવવા માટે સંસ્થા દ્રારા, લોકભારતી સણોસરા ના પૂર્વ નિયામક શ્રી પ્રવીણભાઈ ઠક્કર અને પ્રફુલ્લ ભાઈ સેજળિયા ના વરદ હસ્તે આપવાનો કાર્યક્રમ યોજાય ગયો. મહિલા ઓ આર્થિક રીતે આત્મ નિર્ભર બને તે દિશામાં સંસ્થા ની સેવાકિય પ્રવૃત્તિઓ ને ઉપસ્થિત મહેમાનો દ્રારા બીરદાવવામા આવેલ, દાતાઓ દ્વારા ઉદારતા થી સહયોગ આપવાના અભિગમ ને પણ બીરદાવવામા આવેલ, તેમ દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ની અખબાર યાદી માં જણાવેલ છે.
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વતન પ્રેમી દાતા દડિયા પરિવારના સહયોગથી સિલાઈ મશીન અર્પણ



















Recent Comments