ભાવનગર

શિહોરના બુઢણા ગામે ‘વન કવચ’નું ઉર્જા મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ

રાજ્યના ઊર્જા મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આજે શિહોર
તાલુકાના બુઢણા ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ, બોટાદની સામાજિક વનીકરણ રેન્જ શિહોર દ્વારા
વિકસાવવામાં આવેલા ‘વન કવચ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ વન કવચમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી સંવર્ધન અને
જનભાગીદારીથી વૃક્ષોના જતનનો સંદેશ આપ્યો હતો.
બુઢણા ગામ ખાતે આશરે ૧ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ ‘વન કવચ’માં પીપળો, વડ સહિત
કુલ ૪૮ વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. હરિયાળું ગામ યોજના અંતર્ગત વન
કવચની બાઉન્ડ્રી ફરતે આશરે ૪૦૦ ખાખરાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને તાર
ફેન્સિંગથી સુરક્ષિત બનાવવામાં આવ્યો છે તેમજ તમામ રોપાઓના સુચારુ જતન માટે ડ્રિપ સિંચાઈ અને બોરવેલની
સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં આર.એફ.ઓ. શ્રી એન.કે. વાઘેલા, મામલતદાર શ્રી એચ.વી.જાંબુચા, તાલુકા વિકાસ અધિકારી
શ્રી એમ.બી.રાવ, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના શ્રી અનુભાઈ તેજાણી, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ગામનાં
સરપંચશ્રી, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts