Home Archive by category અમરેલી (Page 15)

અમરેલી

અમરેલી
સ્થાનિક પંથકમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં પાણી પાણી. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જ શહેરની જીવાદોરી સમાન નાવલી નદી બંને કાંઠે ગાંડીતૂર બનીને વહી રહી છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક આવેલા ચેકડેમનો પાળો ને નુકસાન થતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજે સવારે એક ભારે આશ્ચર્યજનક અને તેટલી જ રમુજી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા હાથસણી રોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એટીએમ (ATM) કેન્દ્રમાં આજે સવાર-સવારમાં એક નંદી (આખલો) અચાનક અંદર ઘૂસી ગયો હતો. એટીએમના  રૂમમાં આરામથી ઉભેલા નંદીને જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે […]Continue Reading
અમરેલી
આભમાં આડંબરનો  એવો મોટો તોલ હતો, ગાજ્યા એટલા વરસ્યા નહીં,  બસ એટલો જ ડોળ હતો! ​રેઈનકોટ પહેરીને અહીં  ચાલક બધા છેતરાઈ ગયા, ને શેરી મહીં નાની છત્રીનો  અનોખો ધેધૂર કલ્લોલ હતો! –“પાંધી સર” ​સાંપ્રત યુગના લક્ષણો મુજબ આજે મેઘરાજા પણ જાણે દંભ, દેકારા અને પડકારા વચ્ચે માત્ર ‘ડોળ’ કરીને રહી ગયા હોય તેવો માહોલ સાવરકુંડલા […]Continue Reading
અમરેલી
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર હડાળા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ ઓફ નેચરલ Continue Reading
અમરેલી
શહેરના લાંબાગાળાના આયોજનબદ્ધ વિકાસ અને સ્થાનિકોની સુવિધા માટે સાવરકુંડલાના હાથસણી રોડનો ખોડીયાર ચોક થી પાણીના ટાંકા સુધીનો અંદાજે ૧.૫ કિમીનો માર્ગ નગરપાલિકાને સોંપવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા શહેર કોંગ્રેસ પ્રભારી જીગ્નેશભાઈ ભરાડ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવાયું છે કે, જિલ્લા પંચાયત અને નગરપાલિકા બંનેમાં ભાજપ શાસિત Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ અને દરિયામાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિને પગલે જાફરાબાદ બંદર પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ઊંચા મોજા, તેજ પવન અને જોખમી પરિસ્થિતિ સર્જાવાની સંભાવનાને કારણે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની કડક […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નિર્માણ પામેલા તાલુકા સ્પોર્ટ્સ સંકુલની સ્થાનિક ધારાસભ્ય મહેશ વાળાએ સ્થળ મુલાકાત લઈ રમતગમત માટે ઉભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંકુલમાં ઉપલબ્ધ રમતગમતના માળખાકીય વિકાસની સમીક્ષા કરી તેમજ હજુ બાકી રહેલી અને જરૂરી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ધારાસભ્યએ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકાના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં તાલુકામાં ચાલી રહેલા વિકાસકાર્યોની પ્રગતિ, સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ લોકો સુધી યોજનાઓનો લાભ વધુમાં વધુ પહોંચે તે માટે જરૂરી સૂચનો અને ચર્ચા કરવામાં આવી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં શનિવારે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. સતત ભારે વરસાદને કારણે વિસ્તારની નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાઠી શહેરમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારો […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામમાં ચર્ચાસ્પદ બનેલા હનીટ્રેપ અને ખેડૂત આત્મહત્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર રહેલો આ કેસનો મુખ્ય આરોપી અને કથિત સૂત્રધાર ભોળા સિંધવને પોલીસે ઝડપી લીધો છે. આરોપીની ધરપકડ થતાં સમગ્ર કેસની તપાસમાં હવે વધુ મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે […]Continue Reading