fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1272)
રાષ્ટ્રીય

રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટે સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

સદા નવા નવા વિવાદો સર્જતા ભાજપના નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ વડા પ્રદાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપણા રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. ત્યાર બાદ આ પત્ર ટ્‌વીટર પર પણ રજૂ કર્યો હતો.સ્વામીએ લખ્યું છે, ‘૧૯૪૯ના નવેંબરની ૨૬મીએ બંધારણીય સભાના છેલ્લા દિવસે બંધારણીય સભાના અધ્યક્ષ
રાષ્ટ્રીય

૨૪ કલાકમાં ૫૦૧ દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક ૧.૩૮ લાખને પાર પહોંચ્યોદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૬,૬૦૪ કેસો, રિકવરી રેટ ૯૪% વધુ

વિતેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના વધુ ૩૬,૬૦૪ કેસો નોંધાતા કુલ કેસોનો આંક ૯૫ લાખની લગોલગ પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા ડેટા મુજબ દેશમાં રિકવરી દર ૯૪ ટકાએ પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં કુલ ૮૯ લાખ દર્દીઓ કોરોના સામેન જંગ જીતીને સ્વસ્થ થયા છે.બુધવાર સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના નવા ૩૬,૬૦૪ દર્દીઓ નોંધાયા હતા અને […]
રાષ્ટ્રીય

સંખ્યાબંધ સ્થળોએ રેડ એલર્ટની કરી જાહેરાતઆવતીકાલે તમિલનાડુ-કેરળ પર ત્રાટકશે બુરેવી વાવાઝોડુ

“નિવાર” બાદ કેરળ અને તમિલનાડુ પર વધુ એક “બુરેવી” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણ શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડુ દક્ષિણ તમિલનાડુના તટ પર ૪ ડિસેમ્બર સુધી પહોંચવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, “બુરેવી” વાવાઝોડું સાંજે કે મોડી રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. જે બાદ ૩ ડિસેમ્બરે પશ્ચિમ તરફ […]
રાષ્ટ્રીય

ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા અંતિમ વન-ડેઃ ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વ્હાઇટ વૉશથી બચવા મેદાને ઊતરશે

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કેનબરા ખાતે રમાશે. મનુકા ઓવલના મેદાન પર ભારતીય ટીમ વિદેશમાં સતત બીજી ક્લીન સ્વીપથી બચવા માટે મેદાને ઊતરશે. આ પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતનો ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. કેનબરાના મેદાનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અહીં રમેલી ચારેય મેચ જીત્યું છે, જ્યારે ભારત આ ગ્રાઉન્ડ પર […]
રાષ્ટ્રીય

પાકિસ્તાનનું અવિતર ફાયરિંગ યથાવત્‌ઃ બીએસએફ જવાન શહિદ

પાડોશી દેશ પાકિસ્તાન સતત સિઝફાયરનુ ઉલ્લંઘન કરી રહ્યો છે. આજે ફરી એકવાર સિઝફાયરનુ ઉલ્લંઘન કરતા પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે (એલઓસી) અગ્રિમ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો, જેમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક અધિકારી શહીદ થઇ ગયા.છેલ્લા પાંચ દિવસની અંદર પાકિસ્તાની ફાયરિંગથી જવાનના શહીદ થવાની આ બીજી ઘટના છે. અધિકારીઓએ જણાવ્યુ કે […]
રાષ્ટ્રીય

સરકાર અહંકાર છોડીને ખેડૂતોને ન્યાય આપેઃ રાહુલ ગાંધી

ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. ખેડૂતોના વિરોધની આગ દેશના ખૂણે ખૂણે પહોંચી છે. દિલ્હીની સરહદો પર ખેડૂતોનો જમાવડો વધી રહ્યો છે. ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે. મંગળવારે મોદી સરકારે ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા છે. અગાઉ શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ખેડૂતોને કેટલીક શરતો સાથે વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું જેને ખેડૂત […]
રાષ્ટ્રીય

બીજાે ડોઝ ૨૮ દિવસ બાદ અપાશેરસી લીધા બાદ મને કોઇ સાઇડઇફેક્ટ નથીઃ એમ્સ ડોક્ટર શ્રીવાસ્તવ

ભારત દુનિયાના એ પસંદગીના દેશોમાં સામેલ છે જ્યાં કોવિડ-૧૯ મહામારી ફેલાવનાર નોવેલ કોરોના વાયરસની વિરૂદ્ધ લડવામાં સફળતા મળી છે. દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના ચીફ ન્યુરોસાયન્સ ડૉ.એમવી પદ્મા શ્રીવાસ્તવે કહ્યું કે હવે ભારત સસ્તી રસી બનાવાની રાહ પર પણ આગળ વધી રહ્યું છે.ડૉ.શ્રીવાસ્તવ પાછલા સપ્તાહે કોવેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સામેલ થયા હતા. કોવેક્સીન
રાષ્ટ્રીય

પીએમઆઇ ઇન્ડેકસ નવેમ્બરમાં ઘટીને ૫૬.૩ થયો જે ઓકટોમ્બરમાં ૫૮.૯ હતોઔદ્યોગિક ક્ષેત્રે મંદીઃ નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ PMI ૩ માસને તળિયે

એમઆઈનો ૫૦ ટકાથી વધુનો આંકડો વૃદ્ધિ જ્યારે તેનાથી નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે દેશની મેન્યુફેક્ચરિંગ પ્રવુતિમાં ફરીવાર ઘટાડો નોંધાયો છે. કારખાના ઓર્ડર,નિકાસ અને ખરીદીમાં ઘટાડાને અકરને દેશની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નવેમ્બરમાં ત્રણ માસના તળિયે પહોંચી ગઈ છે. આજે જારી કરવામાં આવેલ એક માસિક સર્વેમાં આ માહિતી મળી છે. આઈએચએસ માર્કિટ ઇન્ડિયાનો પીએમઆઇ ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને
રાષ્ટ્રીય

જીવનસાથી પસંદ કરવાના અધિકારને ઉલ્લંઘે છેલવ જિહાદ કાયદો માનવ અધિકારોનો ભંગ કરે છેઃ સુપ્રિમના નિવૃત્ત જ્જ મદન લોકુર

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ મદન લોકુરે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે ઘડેલો લવ જિહાદ કાયદો માનવ અધિકારોનો ભંગ કરતો હતો. તેમણે કહ્યું કે આ કાયદો કમનસીબ ગણાય.એક લેક્ચર દરમિયાન તેમણે કહ્યું કે આ કાયદો જીવનસાથી પસંદ કરવાના અધિકારનો ભંગ કરતો હતો. ઉત્તર પ્રદેશની સરકારે એવો દાવો કર્યો હતો કે હિન્દુ જેવો પોષાક […]
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી દુનિયાના સૌથી ગૂંચવાયેલા નેતા, કૃષિ કાયદા અંગે કાંઇ ખબર નથીઃ મનોજ તિવારી

ભાજપ સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલનના મુદ્દે આકરા પ્રહારો કર્યા છે.દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ રાહુલ ગાધી માટે કહ્યુ છે કે, રાહુલ ગાંધી દુનિયાના સૌથી ગૂંચવાયેલા નેતા છે.તેમને કૃષિ કાયદા અંગે કોઈ જાણકારી નથી.દેશના તમામ રાજયોએ આ કાયદો સ્વીકાર્યો છે.માત્ર કોંગ્રેસની પંજાબ સરકાર તેને સ્વીકારવા માટે તૈયાર નથી […]