દામનગર શ્રીમદન મોહનલાલજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી ખાતે વતનપ્રેમી દેવેશભાઈ મહેતા નો જીર્ણોદ્ધાર અંગે વૈષ્ણવો સાથે પરામર્શ વતનપ્રેમી શ્રી દેવેશભાઈ મહેતા અને શ્રી સંદીપભાઈ મહેતા પરિજનો પ્રત્યે હૃદયપૂર્વક આભાર સમસ્ત વૈષ્ણવ પરિજનો દામનગરની પવિત્ર શ્રી મદનમોહનરાયજી હવેલીને લાંબા સમયથી રિનોવેશન તથા રંગરોગાનના કાર્યની અત્યંત જરૂરિયાત હતી.આ પવિત્ર કાર્યની આવશ્યકતાન હૃદયથી અનુભવીને, સ્વર્ગસ્થ શ્રી ઇન્દ્રવદનભાઈ મહેતા તથા શ્રીમતી કલાવતીબેન મહેતા ના પુત્ર રત્નો વતનપ્રેમી શ્રી દેવેશભાઈ મહેતા અને સંદીપભાઈ એ હવેલીની રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર રિનોવેશન અને રંગરોગાનનું કાર્ય સુંદર, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે કરાવી આપવાની ભાવપૂર્ણ ખાતરી આપી છે વતનથી હજારો કિલોમીટર દૂર રહીને પણ દામનગર પ્રત્યેનો તેમનો અખૂટ પ્રેમ, હવેલી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા અને લાગણીભર્યું સમર્પણ ખરેખર પ્રેરણાદાયી છે. તેમના આ ઉમદા સહયોગથી શ્રી મદનમોહનરાયજી હવેલીની શોભામાં ચાર ચાંદ લાગશે અને ભાવિ પેઢીઓ માટે સેવા, સંસ્કાર, શ્રદ્ધા અને વતનપ્રેમનું અમૂલ્ય પ્રેરણાસ્ત્રોત બની રહેશે. શ્રી દેવેશભાઈ મહેતા અને શ્રી સંદીપભાઈ મહેતાના આ નિઃસ્વાર્થ સેવાયજ્ઞ ઉદાર સહયોગ ધાર્મિક ભાવના અને અદભૂત વતનપ્રેમ બદલ શ્રી મદનમોહનરાયજી હવેલી પરિવાર ના અશ્વિનભાઈ ખખ્ખર દિલીપભાઈ બોસમિયા કીર્તિભાઈ ખખ્ખર સંજયભાઈ તન્ના રાજુભાઇ ચુડાસમાં અમૃતભાઈ આચાર્ય કૌશલભાઈ વાજા અમરશીભાઇ નારોલા નટુભાઈ ભાતિયા ભગવાનભાઈ નારોલા સહિત અનેક સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો એ મહેતા પરિજનો પ્રત્યે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યા હતો
મદન મોહનલાલજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી ખાતે વતનપ્રેમી દેવેશભાઈ મહેતા નો જીર્ણોદ્ધાર અંગે વૈષ્ણવો સાથે પરામર્શ
















Recent Comments