નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અન્વયે ખેડૂતોને ઓઇલ પામના વાવેતરમાં સહાય મળે છે. આ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાનો સમાવેશ થયો છે. ગુજરાત રાજય સરકારના બાગાયત વિભાગ તેનું અમલીકરણ થાય છે.
પામોલિન ઓઇલ એ પામ નામના ઝાડમાંથી મળે છે. ફરસાણ, પેકેટ ફૂડ તથા વિવિધ ખાદ્ય બનાવટોમાં આ તેલનો ઉપયોગ થાય છે. તેમાં બનાવેલ ફૂડ પ્રોડક્ટ લાંબા સમય સુધી બગડતી નથી, તે આ તેલની ખાસિયત છે. પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધારે છે.
આપણા દેશમાં હાલમાં આ તેલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે જેના કારણે આપણે વધુ વિદેશી હુંડિયામણનો ખર્ચ કરવો પડે છે અને ખરેખર તેનો લાભ ખેડૂતોને મળી શકે તેવા પ્રયાસના ભાગરુપે સહાય યોજના અમલી છે. ઓઇલ પામ એ એકર દીઠ ઘણી સારી આવક આપતો પાક છે.
ખેડૂતોને આ પાકના વાવેતર માટે સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં પ્રિ – યુનિક કંપનીને માન્યતા છે. પાકના વાવેતર માટે ખેડૂતોને પ્રતિ હેકટર પ્રથમ વર્ષે રૂ.૨૯,૦૦૦ તથા બાકીના ચાર વર્ષ (વર્ષ માટે) રૂ.૧૦,૫૦૦ છે જે પ્રતિ વર્ષ આંતરપાક તથા નિભાવણી ખર્ચ પેટે સહાય રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ વધુ વિગતો માટે પ્રિ – યુનિક કંપનીના મો. ૯૧૫૪૧ ૯૭૯૭૫ અથવા નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી, ચક્કરગઢ રોડ, અમરેલીનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ અથવા રુબરુ સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.












Recent Comments