વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિતે ઉજવાઈ રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ પ્રકારના સેવા કાર્યો
થનાર છે ત્યારે પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવા કાર્યક્રમો યોજાશે. જેમાં મોદીજીના જન્મ દિવસે
અમરેલીના નામાંકિત ડોકટરો અને હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નિદાન તેમજ એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરીમાં ૫૦% ચાર્જ લઈને
દર્દીઓને રાહત આપવા બદલ અમરેલીના યુવા ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, લોકસભાના સાંસદ ભરતભાઈ
સુતરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ડોકટર સેલના ડૉ. પિયુષ ગોસાઈ, ડૉ. રાજુ કથીરીયા, ડૉ. ચંદ્રેશ ખુંટ તથા
ભારતીય જનતા પાર્ટીએ આભારની લાગણી વ્યક્ત કરી છે.
“વન ડે ફ્રી ઓ.પી.ડી.” કન્સેપ્ટમાં જોડાઈને જનતા માટે જીવન સમર્પિત કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સેવામય
જન્મ દિવસની ઉજવણી કરનાર જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભારત કાનાબાર (સર્જન), ડૉ. હિતેષ ગાંધી (ઓર્થોપેડિક), ડૉ.
જે.બી. વડેરા (સર્જન સાવરકુંડલા), ડૉ. ચિરાગ કુબાવત (નારી હોસ્પિટલ), ડૉ. અભિષેક ઠાકર (દ્રષ્ટી હોસ્પિટલ), ડૉ. સલોની
પંચાલ (સખીયા સ્કિન ક્લિનિક), ડૉ. ડોકટર હાઉસના ડી.એમ. ઉનંડકટ (એમ.ડી.), ડૉ. આર.ડી. ઘોડાસરા (સર્જન), ડૉ.
પી.પી. પંચાલ (કાન, નાક, ગળાના ડોક્ટર), ડૉ. રૂચિતા જેઠવા (એમ.ડી.), ડૉ. દ્રષ્ટિ પંડયા (ફીજીયો થેરાપી), ડૉ. નિતીન
ત્રિવેદી (શિવશક્તિ હોસ્પિટલ), ડૉ. આર.જે. રાવળ (ઓર્થોપેડિક સાવરકુંડલા), ડૉ. નરેન્દ્ર સોજીત્રા (સર્જન), ડૉ. વિરલ ગોયાણી
(ગાયનેક), ડૉ. જયદીપ પટેલ (કલરવ હોસ્પિટલ), ડૉ. જીતેન્દ્ર સોલંકી (આખોના ડોકટર), રેડિયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ
(એમ.ડી.), ડૉ. ભારત પાડા, ડૉ. સ્વાતી વ્યાસ, ડૉ. દેવલ ચૌહાણ, નવજીવન હોસ્પિટલ સહીત જીલ્લાના પ્રેકટીશનર્સ દ્વારા
દર્દીઓની ફ્રી સેવા કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ તેમ મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીની અખબારી યાદીમાં
જણાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે અમરેલીના ડોકટરોએ કરેલ વિનામૂલ્યે નિદાન બદલ અભાર : ભાજપ પરિવાર

















Recent Comments