મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) ના ચેપથી હાહાકાર; ૭૩ લોકો સંક્રમિત, ૧૪ વેન્ટિલેટર પર

ઠંડીના વધતાં જતાં જાેર વચ્ચે મહારાષ્ટ્રના પૂણેથી એક રહસ્યમય બીમારી સામે આવી છે જેની ઝપટમાં અત્યાર સુધીમાં ૭૩ લોકો આવ્યા છે. પુણેની ત્રણ હોસ્પિટલોએ સ્થાનિક અધિકારીઓને આ અંગે એલર્ટ કરી દીધા છે. આ રોગ નવજાત શિશુઓને પણ અસર કરે છે. મહારાષ્ટ્ર સરકાર આ રોગને લઈને સતર્ક છે, જ્યારે મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે. એવું નોંધવામાં આવ્યું છે કે આ રોગ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (ય્મ્જી) છે. આ સિન્ડ્રોમ માનવ રોગપ્રતિકારક તંત્રને લક્ષ્ય બનાવે છે. રાહતની વાત એ છે કે આ રોગની સારવાર કરી શકાય છે.
છેલ્લા એક અઠવાડિયામાં, ય્મ્જીના ૧૪ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા. આ પછી, મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો અને સર્વે શરૂ કરવામાં આવ્યો. લોકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવી. બે દિવસમાં, મ્યુનિસિપલ અને જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ લગભગ ૭,૨૦૦ ઘરોનો સર્વે કર્યો. જીબીએસના લક્ષણોમાં હાથપગ સુન્ન થઈ જવું અને લાંબા સમય સુધી ઝાડા થવા વગેરે છે.
નિષ્ણાતો કહે છે કે પેથોજેનિક બેક્ટેરિયા કેમ્પીલોબેક્ટર જેજુની જીબીએસ માટે જવાબદાર છે. આ રોગ લોકોની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓના સ્ટૂલ ટેસ્ટમાં આ જ બેક્ટેરિયા મળી આવ્યા છે. ડોકટરોની ચિંતા પણ વધી છે કારણ કે દર્દીઓમાં આઠ વર્ષનો બાળક અને નવજાત બાળકનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેન્ટ્રલ સર્વેલન્સ યુનિટ (ઝ્રજીેં) એ પુણેમાં જીબીએસના વધતા જતા કેસોની નોંધ લીધી છે. આ પછી, સ્થાનિક અધિકારીઓની મદદ માટે ડોકટરોની એક ટીમ પુણે મોકલવામાં આવી રહી છે. સારવાર માટે વિવિધ હોસ્પિટલો તૈયાર કરવામાં આવી રહી છે. જીબીએસના ૧૬ દર્દીઓ સાસૂન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કુલ ૭૩ દર્દીઓમાંથી ૪૪ પુણે ગ્રામીણના છે. જ્યારે, ૧૧ પુણે કોર્પોરેશન વિસ્તારના રહેવાસી છે અને ૧૫ પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન બેલ્ટના રહેવાસી છે. સૌથી વધુ દર્દીઓ કિર્કિટવાડીના ૧૪, ડીએસકે વિશ્વના ૮, નાંદેડ સિટીના ૭, ખડકવાસલાના ૬ છે. દર્દીઓની ઉંમર વિશે વાત કરીએ તો, ત્રણ દર્દીઓની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે, ૧૮ દર્દીઓ છ થી ૧૫ વર્ષની વચ્ચે અને ૭ દર્દીઓની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે.
Recent Comments