અમરેલી

ગુજરાત સરકાર નો જનહિત માં નિર્ણય. દામનગર પાલિકા એ અમલ કરવા જેવો

દામનગર ને પંચાયત માંથી રૂપાંતર થઈ ને શહેરી દરજ્જો પ્રાપ્ત કર્યા ની વીસ વર્ષ કરતા વધુ સમય થયો જ્યારે દામનગર ગ્રામ્ય વિસ્તાર હતો ત્યારે વર્ષ ૨૦૦૫ માં લાઠી તાલુકા પંચાયત ની લેન્ડ કમિટી દ્વારા ગરીબ પરિવાર ને મફત પ્લોટ ફાળવ્યા આજે ૨૧ વર્ષ કરતા વધુ સમય થી કોઈ જરૂરિયાત મંદ પરિવાર ને મફત પ્લોટ મળ્યા નથી ખાનગી બિન ખેતી માં લઈ શકે અથવા સામાજિક સ્થિતિ ને અમુક વિસ્તારો માં ખરીદી ન શકે અનેક શરતો મોંધવારી જેવી સમસ્યા થી પીડાતા અનેક સંકડામણ ભોગવતા પરિવારો ને દામનગર શહેર કક્ષા એ લેન્ડ કમિટી નું ગઠન કરી પાલિકા પાસે સરકારી જમીન ન હોય તો ખાનગી જમીન સરકારી ખર્ચે વેચાણ થી લઈ બિન ખેતી માં ફેરવી મફત પ્લોટ ફાળવવા સરકારે ગત ૧૫ મી ઓગસ્ટ રાજ્ય સરકારે જાહેર કરેલ ઉદાર નીતિ નો લાભ દામનગર પણ મળે તેવી સરળીકરણ ની રાજ્ય સરકાર ની પોલિસી નો લાભ મેળવી ગરીબ પરિવારો માટે દામનગર નગર પાલિકા કક્ષા એ યોગ્ય આયોજન કરવા જેવું ખરું દામનગર પાલિકા પાસે જે સરકારી જગ્યા ઓ પડી હોય ત્યાં પણ સરકારી ખર્ચે આવાસ બનાવી જરૂરિયાત મંદ પરિવારો ને સંકડામણ થી ઉગારી શકાય આ માટે ગુજરાત સરકાર ની તાજેતર ની ઉદાર નીતિ નો લાભ સમયોચિત મેળવવા સ્થાનિક આગેવાનો એ આયોજન કરવું જોઈ એ

Related Posts