અમરેલી ખાતે ખોડલધામ પાર્ટી પ્લોટ, ચક્કરગઢ રોડ પર તા. 14 એપ્રિલ 2026ના રોજ “સ્વસ્થ નારી – યોગી રમતોત્સવ” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) ના માર્ગદર્શન હેઠળ તથા Medsvita – મુક્ત અને સ્વસ્થ ગુજરાત થીમ આધારિતઆયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ખાસ કરીને GSYB ના યોગ કોચ, ટ્રેનર અને સાધકો માટે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી. કુલ 100 થી વધુ બહેનો એ સક્રિય રીતે ભાગ લીધો તેમજ આશરે 200 જેટલા લોકોએ કાર્યક્રમના સંવાદમાં ભાગ લીધો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળ રહ્યો.
કાર્યક્રમ દરમિયાન બહેનો માટે યોગ, વિવિધ રમતો અને આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સમય સાંજે 05:30 થી 07:30 રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોમાં ઉત્સાહ વધારવા માટે વિજેતાઓને ટ્રોફી અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને કારણે ભાગ લેનારામાં વધુ ઉત્સાહ જોવા મળ્યો.
આ પ્રસંગે ઉપસ્થિત માનનીય મહેમાનોમાં ઝોન કોઓર્ડિએનેટર શ્રી વાલજીભાઈ ડાભી, અમરેલી જિલ્લા કોઓર્ડિનેટર સાગર મહેતા,
શ્રી દયાળભાઈ સંગાણી, શ્રી હિરેનભાઈ વિરડિયા, શ્રી કેતનભાઈ ખુમાણ તેમજ સંગીતાબેન સંગાણી, નીતાબેન સંગાણી, હાજર રહ્યા હતા અને તેમણે માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વોલન્ટિયર્સ, સ્ટેજ મેનેજમેન્ટ ટીમ, રજીસ્ટ્રેશન ટીમ તથા તમામ સહયોગીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બહેનો માટે અંતે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનના આયોજક તરીકે હેતલબેન ખુટ દ્વારા વિશેષ માર્ગદર્શન અને સંકલન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
આ કાર્યક્રમ દ્વારા “સ્વસ્થ નારી – સશક્ત સમાજ” નો સંદેશ વધુ મજબૂત બન્યો છે.












Recent Comments