જામનગરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજના શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ દ્વારા સતત પાંચમા વર્ષે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન ૧૩૩ વર્ષ પુરાણા ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિરના સાનિધ્યમાં પાવન સોમવારે નીકળશે નગર પરિભ્રમણ
વિવિધ રાજમાર્ગો અને ફળી-શેરીઓમાં સ્વાગત, પુષ્પવર્ષા અને આરતી સાથે યાત્રાનું સ્વાગત
ધર્મપ્રેમી જનતા તથા દર્શનાર્થીઓ માટે રાત્રે મંદિર પરિસરમાં ભવ્ય મહાપ્રસાદનું આયોજન
જામનગર: છોટી કાશીનું ઉપનામ ધરાવતી પવિત્ર નગરી જામનગરમાં ધાર્મિક ઉત્સવોની અવિરત પરંપરા વચ્ચે આગામી તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૬, સોમવારના પાવન દિવસે સુપ્રસિદ્ધ ૧૩૩ વર્ષ જૂના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના આશીર્વાદથી શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ (સમસ્ત ખવાસ રજપૂત સમાજ – જામનગર) દ્વારા સતત પાંચમા વર્ષે ભવ્યાતિભવ્ય પાલખી યાત્રાનું ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે.પાલખી યાત્રાનું પ્રસ્થાન તથા સમય પત્રક:પ્રસ્થાન સમય: બપોરે ૦૪:૩૦ કલાકે પ્રસ્થાન સ્થળ: શ્રી ખેત્રી ફળી ખવાસ જ્ઞાતિની વાડી, નાગનાથ ગેટ, જામનગર સમાપન સમય: રાત્રે ૦9:૩૦ કલાકે
સમાપન સ્થળ: શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, જામનગર પાલખી યાત્રાનો રૂટ (પરિભ્રમણ માર્ગ)
આ ભવ્ય પાલખી યાત્રા શ્રી ખેત્રી ફળી ખવાસ જ્ઞાતિની વાડી ખાતેથી પ્રસ્થાન થઈ સવાભાઈની શેરી કરશનભાઈનો ચોક→ દેવુભાનો ચોક ચારણ ફળી દાવલશાહ ફળી શાક માર્કેટ ઉપલું દાવલશા ફળી દીપક ટોકીઝ ચૌહાણ ફળી → તળાવ ફળી પંચેશ્વર ટાવર સુપર માર્કેટ→ બેડી ગેટ થઈ શ્રી કાશી વિશ્વનાથ મંદિર રોડ ખાતે પહોંચી પૂર્ણ થશે. ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ:શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજના આગેવાનો દ્વારા જામનગર શહેરની સમસ્ત ધર્મપ્રેમી જનતા તથા શિવભક્તોને આ પાવન પાલખી યાત્રામાં સપરિવાર પધારી દર્શન, પૂજન તથા મહાપ્રસાદનો લાભ લઈ ઉત્સવની શોભા વધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


















Recent Comments