રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં દારૂ, જુગાર, આંકડા, તાડી, ગેરકાયદેસર ખનન-પરિવહન તથા ઓવરલોડિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ફરિયાદો સતત સામે આવી રહી છે. નવી ડીવાયએસપી કચેરી શરૂ થયા બાદ કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી પ્રજાની અપેક્ષા હતી, પરંતુ હજુ પણ આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ કેમ નથી આવ્યો તે અંગે સવાલો ઊભા થયા છે.
સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં અનેક વખત SMC અથવા બહારની પોલીસ ટીમો દ્વારા રેડ કરીને કાર્યવાહી કરવી પડે છે. ત્યારે પ્રશ્ન એ છે કે જો બહારની એજન્સીઓએ કાર્યવાહી કરવી પડે, તો સ્થાનિક પોલીસની કામગીરીની જવાબદારી કોની?
ખાસ કરીને જાફરાબાદ વિસ્તારમાં દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી અંગેની ફરિયાદો અત્યંત ગંભીર છે. સ્થાનિક પોલીસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપો અંગે પણ ઉચ્ચકક્ષાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. જો કોઈની બેદરકારી કે સાંઠગાંઠ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
ભાવનગર જેવા લઠ્ઠાકાંડ પહેલાં તંત્ર જાગે
ભાવનગર જેવી લઠ્ઠાકાંડની દુઃખદ ઘટના રાજુલા-જાફરાબાદમાં બને અને ત્યારબાદ પોલીસ તંત્ર જાગે તે પહેલાં જ ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક અમલવારી જરૂરી છે. ગેરકાયદેસર દારૂના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે પોલીસ તંત્રએ અગાઉથી જ સઘન કાર્યવાહી કરવી જોઈએ.
કોંગ્રેસ પક્ષની માંગ છે કે દારૂ, જુગાર, આંકડા, તાડી, ગેરકાયદેસર ખનન-પરિવહન અને ઓવરલોડિંગ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તથા સ્થાનિક પોલીસની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે.
તાજેતરમાં 15મી ઓગસ્ટે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજુલા-જાફરાબાદના ડીવાયએસપીશ્રીનું સન્માન થયું તે બદલ કોંગ્રેસ પક્ષ વતી અભિનંદન પાઠવીએ છીએ. પરંતુ સન્માનને અનુરૂપ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સંપૂર્ણ અંત આવે તેવી અમારી અપેક્ષા છે.
જો રજૂઆત બાદ પણ નક્કર પરિણામ નહીં આવે, તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચનાથી કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં ઉચ્ચકક્ષાએ વધુ અસરકારક રજૂઆત કરવામાં આવશે.તેમ
અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરૂ જણાવ્યું છે
રાજુલા-જાફરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર : નવી DYSP કચેરી બાદ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ કેમ નહીં? – કોંગ્રેસ


















Recent Comments