આઈ.ટી.આઈ ધારી, હીમખીમડી, તુલશીશ્યામ રોડ ખાતે તા. ૧૩-૦૭-૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે સી.આઈ.ઈ ઓટોમોટિવ કંપનીનો રોજગાર ભરતીમેળો યોજાશે. ધોરણ ૧૦,૧૨ પાસ કે, ગ્રેજ્યુએટ અથવા આઈ.ટી.આઈ તમામ ટ્રેડ પાસઆઉટ તાલીમાર્થીઓ આ ભરતીમેળામાં ભાગ લઈ શકે છે. ભરતીમેળામાં પસંદગી પામનારને કંપની દ્વારા રૂ.૧૪,૪૦૦ થી ૧૬,૯૦૦ જેટલો પગાર ચૂકવવામાં આવશે. આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે રાખીને આ ભરતીમેળામાં ઉપસ્થિત રહેવા માટે આઈ.ટી.આઈ ધારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આઈ.ટી.આઈ ધારી ખાતે તા. ૧૩ જુલાઈએ રોજગાર ભરતી મેળાનું આયોજન













Recent Comments