તળાજાના તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ પોતાના શિક્ષણ તથા પરિણામ માટે સમગ્ર પંથકમાં ખૂબ પ્રખ્યાત છે , પરંતુ આ શાળા શિક્ષણ સાથે બાળકોને સંસ્કાર તથા જીવન ઘડતર માટે ખૂબ સરસ વાતાવરણ પૂરું પાડે છે. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે.
હાલમાં જ થોડા સમયમાં ગુજરાતનો સ્થાપના દિવસ આવી રહ્યો છે ત્યારે 1 મે 2026 ને શુક્રવારના રોજ શાળાના બાળકો દ્વારા અતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે , જેમાં શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન , શાળાના વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ બાળકોનું સન્માન તથા શાળાના બાળકો દ્વારા મનમોહક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
શાળાના બાળકો તથા શિક્ષકો હાલમાં પૂરા ઉત્સાહ તથા જોશ સાથે ખૂબ સરસ તૈયારી કરાવી રહ્યા છે . તો આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા તમામ વાલીઓ તથા શિક્ષણપ્રેમી જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને બિરદાવવા ભાવભર્યું નિમંત્રણ છે.

















Recent Comments