અમરેલી

સાવરકુંડલા-લિલિયામાં જનતાનો વિશ્વાસ ફરી એકવાર સાબિત ભાજપની ભવ્ય જીત, સાવરકુંડલા -લીલીયાના મતદાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી “ભાજપનો ભગવો”
લહેરાવ્યો છે. આ ઐતિહાસિક વિજય બાદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ મતદાતાઓ તેમજ કાર્યકરોનો દિલથી આભાર
વ્યક્ત કર્યો હતો.
સાવરકુંડલા નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. તાલુકા પંચાયત સાવરકુંડલામાં
22 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે, જ્યારે જિલ્લા પંચાયતની તમામ 5 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
તે ઉપરાંત લિલિયા તાલુકામાં પણ ભાજપને સારો પ્રતિસાદ મળ્યો છે. લિલિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 7 બેઠકો
જીતી છે અને જિલ્લા પંચાયતની 2 બેઠકોમાંથી 1 બેઠક ભાજપે જીતવામાં સફળતા મેળવી છે.
આ વિજય અંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે આ જીત વિકાસના કામો, જનસમર્થન અને કાર્યકરોની
અવિરત મહેનતનું પરિણામ છે. તેમણે જણાવ્યું કે ભાજપ હંમેશા લોકોના વિશ્વાસ પર ખરો ઉતરશે અને આગામી સમયમાં પણ
સાવરકુંડલા અને લિલિયા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે તેમણે તમામ મતદાતાઓ, પક્ષના આગેવાનો અને
કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કરી વધુ ઉત્સાહ સાથે જનસેવામાં જોડાયેલા રહેવા આહ્વાન કર્યું

કસવાલા

Related Posts