અમરેલી

શાખપુર ના ઓનલાઈન સરપંચ ની ઓળખ ધરાવતા ખુમાણ દ્વારા ઘેર ઘેર ફરી લાભાર્થી ઓની દરખાસ્તો તૈયાર કરાવી

દામનગર શાખપુર ગામે વિધવા અને વૃદ્ધ નિરાધારોને મળતી સહાયમાં કેવાયસી કરાવવાનું ગુજરાત સરકારમાં ફરજિયાત કાર્યક્રમ આવેલ છે જેમાં શાખપુર સરપંચ જાગૃત અને ઓન લાઈન સરપંચ તરીકે ઓળખ ધરાવતા શ્રી જશુભાઈ ખુમાણ અને તાલુકા માંથી આવેલ કર્મચારી વિશાલભાઈ ચૌહાણ ને સાથે રાખીને ગ્રામ પંચાયત કચેરીએ બેસીને તમામ વિધવા અને વૃદ્ધ નિરાધાર અને ચાલી ના શકે એવા નિરાધાર વ્યક્તિઓને ઘરે જઈને કેવાયસી કરી આપેલ જેમાં નિષ્ઠાવાન કર્મચારી ચૌહાણ અને સેવાભાવી જાગૃત યુવાને ઉત્સાહી સરપંચ જશુભાઈ ખુમાણ લાઠી તાલુકામાં વૃદ્ધ નિરાધાર અને વિધવા બહેનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ને એક સારી એવી સેવા નો અભિગમ સાથે ઉદાહરણ પૂરું પાડેલ છે જેથી શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ ને સૌ કોઈ ઓનલાઇન સરપંચ તરીકે ઓળખે છે.

Related Posts