અમરેલી

મહા અભિયાન: સાવરકુંડલાની કૃષ્ણ ગૌશાળામાં ગાયોના આશ્રય માટે ૧૫૦×૫૦ ના શેડનું નિર્માણ કાર્યના અભિયાન માટે ગૌપ્રેમી જનતાને ટહેલ

સાવરકુંડલા કૃષ્ણ ગૌશાળામાં ગૌવંશના આશ્રય અને સુવિધા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ગૌશાળા પરિસરમાં ગૌમાતાને કાળઝાળ ગરમી અને આગામી ચોમાસામાં રક્ષણ મળી રહે તે હેતુથી ૧૫૦×૫૦ ફૂટના વિશાળ શેડ બનાવવાનું મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

​આ અંગેની વિગતો આપતા ગૌશાળાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે અનેક સુજ્ઞ દાતાઓ આગળ આવ્યા છે. આજ રોજ તારીખ ૦૯-૦૬-૨૦૨૬ સુધીમાં જાહેર થયેલા મુખ્ય દાતાઓની યાદી અને વિગતો નીચે મુજબ છે:

​મુખ્ય દાતાશ્રીઓની યાદી અને યોગદાન:

૧. શ્રી વિજયભાઈ સોની (મુહૂર્તનું દાન) કચ્છ ₹૧૧,૦૦૦/-

૨. શ્રી વિપુલભાઈ સોની કચ્છ ₹૫,૦૦૦/-

૩. રામ ભરોસે (હસ્તે: જયેશભાઈ માટલિયા) — ₹૧,૦૦,૦૧૧/-

૪. શ્રી મનસુખભાઈ ધોરડા પીઠવડી વાળા ₹૧૧,૧૧૧/-

૫. શ્રી જયસુખભાઈ કીકાણી મુંબઈ ₹૫૧,૧૧૧/-

૬. શ્રી કમલેશભાઈ મોદી મુંબઈ ₹૨૧,૧૧૧/-

૭. શ્રી જગદીશભાઈ શાહ વિજાપુર વાળા (હાલ મુંબઈ) ₹૧૧,૧૧૧/-

​કુલ એકત્રિત થયેલી રકમ: અત્યાર સુધીમાં સંસ્થા પાસે ₹૨,૧૦,૪૫૫/- (અંકે બે લાખ દસ હજાર ચારસો પંચાવન પૂરા) ની રકમ નોંધાઈ ચૂકી છે, જેમાં બે રકમો સંસ્થા પાસે અંકે થવાની બાકી છે.

​આજ રોજ બપોરે ૧:૦૦ વાગ્યે ગૌશાળા ખાતેથી અખબારી માધ્યમો જોગ વિડીયો સંદેશ જાહેર કરીને ગૌશાળાના આગેવાને જણાવ્યું હતું કે, “આ ધોમધખતા તડકામાં અબોલ જીવોની વેદના સમજીને દાતાઓ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. લક્ષ્મીનો સદુપયોગ ગૌમાતાના છાપરા (શેડ) માટે થશે, તો આપની પેઢીઓને ગૌમાતાના અખંડ આશિષ મળશે.” તેમણે પ્રખ્યાત પંક્તિ ટાંકીને જણાવ્યું હતું કે, “કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારી”. આગામી દિવસોમાં ગૌશાળાની ટીમ આ મહા અભિયાનની પૂર્ણાહુતિ માટે રૂબરૂ ઝોળી ફેલાવીને ફંડ એકત્રિત કરવા પણ નીકળશે, ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને આ આર્થિક સહયોગ આપવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.

Related Posts