ગઢડા સ્વામી ના તાલુકા ના વિકળિયા શીંગાળા સ્વ.ચતુરાબેન નુ નેત્રદાન જીવન પર્યન્ત જીવંત પરમાર્થ કરતા નેત્રદાતા પરિજનો ડો કુંભાણી દ્વારા વિશિષ્ટ સન્માન બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના વિકળિયા ગામે સ્વ ચતુરાબેન ધીરુભાઈ શિંગાળા નુ દેહાંવસાન થતા સદગત ના પુત્ર રત્નો સગા સ્નેહી દ્વારા સદગત ની ઇચ્છાનુચાર ચક્ષુદાન નો ઉમદા નિર્ણય સુરત સ્થિત લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના પ્રમુખ ડૉ પ્રફુલ્લભાઇ શિરોયા ને જાણ કરાતા ડૉ જયંતિભાઈ કુંભાણી એ મોટા લીલીયા થી વિકળિયા સદગત ના નિવાસે આવી નેત્રદાન સ્વીકારવાની સેવા આપી હતી. લીલીયા થી અંદાજિત ૫o કિલોમીટર દૂર માનવતા ના કાર્ય માટે અંધજનો ના નયન દીપ પ્રગટાવવા માનવંતા મહેકાવી છે. સાથે સહયોગ નટુભાઈ ભાતિયા પત્રકાર હરેશભાઇ વ્યાસ ગાયત્રી મંદિર દામનગર સુરેશભાઈ મકવાણા.સહિત સામાજિક અગ્રણી ભગવનભાઈ નારોલા અમરશીભાઈ નારોલા સહિત ના અગ્રણી ઓ એ નેત્રદાતા ના પુત્રરત્ન જગદીશભાઈ ધીરુભાઈ શિંગાળા મુકેશભાઈ ધીરુભાઈ શિંગાળા ભૂપતભાઈ ધીરુભાઈ શિંગાળા જયેશભાઈ હિંમતભાઈ શિંગાળા ગામ ના લોકો સબંધીઓ, પરીજનો ની ઉપસ્થિતિમાં નેત્રદાન અર્પણ કરવામાં આવ્યું.નેત્રદાન અભિયાન ને વેગ આપતા ડો કુંભાણી એ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે જીવન પર્યન્ત જીવંત રહેતું નેત્રદાન એટલે “મૃત્યુ પછી પણ જગત જોવુ હોય તો નેત્રદાન કરો” નો હદય સ્પર્શી સંદેશ આપ્યો હતો અને સમસ્ત શીંગાળા પરિવાર ને સ્વ ચતુરાબેન ના નેત્રદાન ના સરાહનીય નિર્ણય બદલ વિશિષ્ટ સન્માન પત્ર અર્પણ કરી માનવ સમાજ પ્રત્યે ની ઉદત ભાવના અંગે આભાર વ્યક્ત કર્યો હતો સદગત ને સામુહિક પુષ્પાજંલી અર્પિ હતી અંધત્વ નિવારણ નો એકજ ઉપાય ચક્ષુદાન પ્રવૃત્તિ હોવા નું જણાવતા ડો કુંભાણી એ સમસ્ત શીંગાળા પરિવાર ના સરાહનીય નિર્ણય ને બિરદાવી માનવતા ના કાર્ય માં જીવન પર્યન્ત જીવંત રહેતા નેત્ર અંધજન માટે આશીર્વાદ રૂપ બનશે તેમ જણાવ્યું હતું નાના એવા ગામડા ઓમાં નેત્રદાન પ્રવૃત્તિ વ્યાપક બની રહી છે સમાજ પ્રત્યે ની ઉદત ભાવના ને વંદન કર્યા હતા
વિકળિયા શીંગાળા સ્વ ચતુરાબેન ધીરૂભાઇ નું ચક્ષુદાન મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો નો સંદેશ
















Recent Comments