Loading Date... Gold 24K: ₹90,486 | Silver 1kg: ₹106,760 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સામે FIR :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠા અને ઈમાનદારીના શપથ લેવડાવ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠા અને ઈમાનદારીના શપથ લેવડાવ્યા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સતર્કતા જાગરૂકતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટી કાર્યશૈલીમાં સત્યનિષ્ઠા, ઈમાનદારી અને કર્તવ્યપરાયણતા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા હતા.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સરકારી વહી...

સતર્કતા જાગરૂકતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટી કાર્યશૈલીમાં સત્યનિષ્ઠા, ઈમાનદારી અને કર્તવ્યપરાયણતા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા હતા.


રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સરકારી વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા, નૈતિક મૂલ્યો અને સત્યનિષ્ઠા જ સામાન્ય જનતાના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. શપથ ગ્રહણ દરમિયાન લોકભવન પરિવારના દરેક સભ્યએ પોતાની દૈનિક કામગીરીમાં સંપૂર્ણ ઈમાનદારી, નિષ્પક્ષતા અને પારદર્શિતા જાળવવાનો પુનઃસંકલ્પ લીધો હતો.


આ તકે જીવનના દરેક ક્ષેત્રમાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા, નિરંતર સતર્ક રહેવા તેમજ કોઈપણ પ્રકારના ભય કે પક્ષપાત વિના રાષ્ટ્ર સેવાના ભાવ સાથે પોતાના કર્તવ્યોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. 


ઉપસ્થિત સૌએ પોતાના દૈનિક જીવનમાં નૈતિકતા, સત્યનિષ્ઠા અને પારદર્શિતાના સિદ્ધાંતોને અપનાવીને એક ભ્રષ્ટાચાર-મુક્ત, સમર્થ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)