Loading Date... Gold 24K: ₹90,486 | Silver 1kg: ₹106,760 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સામે FIR :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા IAS જી.ટી.પંડ્યા

માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા IAS  જી.ટી.પંડ્યા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

કર્મયોગીઓને ટીમ-ભાવનાથી કામગીરી કરવાનો અનુરોધ કરતા શ્રી જી.ટી.પંડ્યા  શ્રી જી.ટી.પંડ્યાએ આજે માહિતી નિયામકશ્રીનો પદભાર સંભાળ્યો હતો.

કર્મયોગીઓને ટીમ-ભાવનાથી કામગીરી કરવાનો અનુરોધ કરતા શ્રી જી.ટી.પંડ્યા  


શ્રી જી.ટી.પંડ્યાએ આજે માહિતી નિયામકશ્રીનો પદભાર સંભાળ્યો હતો. માહિતી નિયામક શ્રી જી.ટી.પંડ્યાએ આજે પદભાર સંભાળ્યા બાદ ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ સહિત માહિતીના અધિકારીઓ સાથે બેઠક કરીને પરિચય‌ કેળવ્યો હતો. શ્રી પંડ્યાએ સૌને ટીમ-ભાવનાથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. 

શ્રી પંડ્યાએ માહિતી નિયામકશ્રીની કચેરીની કામગીરી સમજીને પ્રજા કલ્યાણની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પ્રચાર- પ્રસાર દ્વારા કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી જી.ટી.પંડ્યાએ માહિતી નિયામકનો ચાર્જ સંભાળ્યો તે અગાઉ તેઓ રાજ્યના શિક્ષણ વિભાગમાં અધિક સચિવ તરીકે કાર્યરત હતા.

તેઓ મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર તરીકે અને રાજકોટ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે.

૧૫ મે, ૧૯૭૨ના રોજ જન્મેલા શ્રી જી. ટી. પંડ્યાએ માઇનિંગ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી પ્રાપ્ત કરી છે. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની વર્ષ 2011ની બેચના સનદી અધિકારીશ્રી પંડ્યા વહીવટી ક્ષેત્રે લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવે છે. અગાઉ તેઓ સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી ચૂક્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે તેઓને સ્વસ્થ ભારત અને ઈ-ઔષધિ પ્રોજેક્ટ માટે સ્કોચ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.  

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)