Loading Date... Gold 24K: ₹90,486 | Silver 1kg: ₹106,760 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સામે FIR :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતો વધુ એક મહત્ત્વનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતો વધુ એક મહત્ત્વનો નિર્ણય
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાનિત) ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)માં તાલીમાર્થીઓને વ્યવસાયલક્ષી અને કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં મહક્ત્ત્વપૂર્ણ યોગદાન આપતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના હિતમાં સંવેદનશીલ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાનિત) ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)માં તાલીમાર્થીઓને વ્યવસાયલક્ષી અને કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં મહક્ત્ત્વપૂર્ણ યોગદાન આપતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના હિતમાં સંવેદનશીલ નિર્ણય લીધો છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ ઇન્સ્ટ્રક્ટરોના માનદ વેતનના દરોમાં નોંધપાત્ર વધારો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી તાલીમ ક્ષેત્રે કાર્યરત પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોને આર્થિક લાભ મળવાની સાથે તેમની સેવાઓને વધુ પ્રોત્સાહન મળશે.


મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના નેતૃત્વમાં લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના પ્રતિ કલાક માનદ વેતનના દરમાં રૂ. 90 થી વધારો કરીને રૂ. 180 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દૈનિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ. 540 થી વધારીને રૂ. 1,080 કરવામાં આવી છે. જ્યારે માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદામાં પણ બમણો વધારો કરીને રૂ. 14,040 થી વધારીને રૂ. 28,080 કરવામાં આવી છે.


આમ, દૈનિક મહત્તમ તથા માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદામાં બમણાથી વધુનો વધારો કરવામાં આવતાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોને તેમની સેવાઓના પ્રમાણમાં વધુ આર્થિક લાભ મળી શકશે. આ સાથે જ; આઈટીઆઈમાં ભણતા વિદ્યાર્થીઓને પણ વધુ શ્રેષ્ઠ ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા ઉચ્ચ કક્ષાની અને અવિરત તાલીમ મળશે. માનદ વેતનમાં વધારો થતાં વધુ સંખ્યામાં વિઝિટર્સ ઇન્સ્ટ્રક્ટર્સ સેવાઓ આપવા માટે તૈયાર થશે કે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ નહીં બગડે.


નોંધનીય છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં વિવિધ વ્યવસાયોમાં તાલીમાર્થીઓને ગુણવત્તાયુક્ત વ્યવસાયલક્ષી તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોની સેવાઓ લેવામાં આવે છે. આ ઇન્સ્ટ્રક્ટરો તાલીમાર્થીઓને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે વ્યવહારુ કૌશલ્યો અને ઔદ્યોગિક ક્ષેત્રને અનુરૂપ તાલીમ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, તેમના માનદ વેતનમાં કરવામાં આવેલો આ વધારો રાજ્યની વ્યાવસાયિક તાલીમ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.


શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ અંગે તાજેતરમાં ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તથા ઠરાવની જોગવાઈઓ અનુસાર માનદ વેતનના સુધારેલા દરો ઠરાવની તારીખથી અમલમાં મૂકવામાં આવ્યા છે.


રાજ્ય સરકારનો આ નિર્ણય કૌશલ્ય વિકાસ ક્ષેત્રે કાર્યરત માનવ સંસાધનને યોગ્ય પ્રોત્સાહન આપવાની સાથે સરકારી અને અનુદાનિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમની ગુણવત્તા, કાર્યક્ષમતા અને તાલીમ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં સહાયક બનશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)