ભાવનગર શેક્ષણિક જગત ની શાન વિદ્યાધીશ સંસ્થાના કોમર્સ વિભાગમાં બંને માધ્યમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગાંધી અને અર્થકારણ વિષય પર વ્યાખ્યાન યોજાયું. શિશુવિહાર સંસ્થાના માનદમંત્રી નાનકભાઈ ભટ્ટે ગાંધી વિચારોને અર્થશાસ્ત્રના પરિપ્રેક્ષ્ય સાથે જોડીને રસપ્રદ રજૂઆત કરી. તેમણે સ્વદેશી, સીમિત આવશ્યક્તા
અને નૈતિક ઉપભોગ જેવી ધારણાઓ દ્વારા અર્થવ્યવસ્થામાં માનવ મૂલ્યોના સ્થાને ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને આજના સમય સાથે સંદર્ભ બાંધવા પ્રેર્યા. કાર્યક્રમમાં વક્તાનો પરિચય એકેડેમિક એડવાઈઝર વી.જી. સવાણી દ્વારા અપાયો. અંતે વિદ્યાર્થીઓ સાથે ટૂંકી ચર્ચા પણ યોજાઈ