Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ભાવનગર જિલ્લા કક્ષાની લોકનૃત્ય અને રોલ પ્લે સ્પર્ધામાં પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ શામપરા (સિદસર)નો ડંકો; બંને સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક

ભાવનગર જિલ્લા કક્ષાની લોકનૃત્ય અને રોલ પ્લે સ્પર્ધામાં પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ શામપરા (સિદસર)નો ડંકો; બંને સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), સિદસર, ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની લોકનૃત્ય અને રોલપ્લે સ્પર્ધામાં પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ શામપરા (સિદસર)ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બંને સ્પર્ધામાં પ્રથમક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.શાળાના વિદ...

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), સિદસર, ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની લોકનૃત્ય અને રોલ

પ્લે સ્પર્ધામાં પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ શામપરા (સિદસર)ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બંને સ્પર્ધામાં પ્રથમ

ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.

શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલા, સર્જનાત્મકતા, અભિવ્યક્તિ અને ટીમવર્કના ઉત્તમ સમન્વય દ્વારા બંને

સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને શાળામાં આપવામાં

આવતા ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પરિણામ છે.

પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ શામપરા (સિદસર)માં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.

અભ્યાસની સાથે કલા, સંસ્કૃતિ, રમતગમત અને વ્યક્તિત્વ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને

ઉજાગર કરવા સતત પ્રયત્નો કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ બંને સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થવું શાળા

પરિવાર માટે ગૌરવ અને આનંદની બાબત છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયા દ્વારા શાળાના આચાર્યશ્રી, માર્ગદર્શક શિક્ષકો,

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તથા સમગ્ર શાળા પરિવારે આનંદ વ્યક્ત કર્યો

હતો

શાળાના આચાર્યશ્રી ડો પ્રકાશભાઈ સી રાઠોડ એ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને યોગ્ય મંચ અને

પ્રોત્સાહન મળે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી શકે છે. જિલ્લા કક્ષાની બંને સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન

પ્રાપ્ત કરવું એ અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા, શિક્ષકોની નિષ્ઠા અને ટીમવર્કનું પરિણામ છે. શાળા ભવિષ્યમાં પણ

શિક્ષણ, કલા, સંસ્કૃતિ અને રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.”

આ સિદ્ધિથી શાળાના વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો છે. પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ શામપરા

(સિદસર)એ ફરી એકવાર સાબિત કર્યું છે કે શાળા માત્ર શૈક્ષણિક પરિણામોમાં જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી

વિકાસ અને સાંસ્કૃતિક પ્રતિભાના ઘડતરમાં પણ અગ્રેસર છે.-------

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)