Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ભાવનગરમાં ૨૦ ઑક્ટોબરે ‘વિજયાદશમી મહોત્સવ–રાવણ દહન’ કાર્યક્રમ યોજાશે

ભાવનગરમાં ૨૦ ઑક્ટોબરે ‘વિજયાદશમી મહોત્સવ–રાવણ દહન’ કાર્યક્રમ યોજાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા જાળવી રાખતાં આગામી તા. ૨૦ ઑક્ટોબર,મંગળવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે વિજયાદશમી મહોત્સવ–રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કેબિનેટ મંત્રીશ્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી બજરંગ વિકાસ સ...

ભાવનગરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા જાળવી રાખતાં આગામી તા. ૨૦ ઑક્ટોબર,

મંગળવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે ‘વિજયાદશમી મહોત્સવ–રાવણ દહન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કેબિનેટ મંત્રીશ્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી બજરંગ વિકાસ સમિતિ દ્વારા

આયોજિત આ કાર્યક્રમ ચિત્રા માર્કેટિંગ યાર્ડ, ભાવનગર– રાજકોટ રોડ, ચિત્રા ખાતે યોજાશે.

છેલ્લાં ૧૨ વર્ષથી સતત યોજાતો આ કાર્યક્રમ આ વર્ષે ૧૩મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. ધાર્મિક, સાંસ્કૃતિક અને પૌરાણિક

મહત્ત્વ ધરાવતા આ કાર્યક્રમમાં સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં રાવણ દહન સહિતના કાર્યક્રમો યોજાશે. ઉત્તર

પ્રદેશથી આવેલા કારીગરો દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનાં પ્રતિકાત્મક પૂતળાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. ભાવનગર શહેર ઉપરાંત

આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો પણ આ મહોત્સવનો લાભ લઈ શકે તેવા હેતુથી આયોજકો દ્વારા તૈયારીઓને

આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વિજયાદશમીના પર્વની પરંપરા, ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ મહોત્સવમાં ભાવનગરના

નાગરિકોને સહભાગી થવા બજરંગ વિકાસ સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગતો

- તારીખ: ૨૦ ઑક્ટોબર, ૨૦૨૬ (મંગળવાર)

- સમય: સાંજે ૬:૩૦ કલાકે

- સ્થળ: મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ, ભાવનગર–રાજકોટ રોડ, ચિત્રા, ભાવનગર

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)