Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

નીલકંઠ ગુરુકુલમ્, તળાજામાં "શક્તિ આરાધના મહોત્સવ"ની ધામધૂમથી ઉજવણી

નીલકંઠ ગુરુકુલમ્, તળાજામાં "શક્તિ આરાધના મહોત્સવ"ની ધામધૂમથી ઉજવણી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

વિદ્યાર્થીઓમાં સારા વિચારો અને ઉત્તમ સંસ્કારોની પરિપૂર્તિ થાય એવા ઉમદા હેતુથી તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે શક્તિ આરાધના મહોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.આ મહોત્સવ અંતર્ગત માતાજીની સ્થાપના કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માતાજીન...

વિદ્યાર્થીઓમાં સારા વિચારો અને ઉત્તમ સંસ્કારોની પરિપૂર્તિ થાય એવા ઉમદા હેતુથી તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે ‘શક્તિ આરાધના મહોત્સવ’ની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.આ મહોત્સવ અંતર્ગત માતાજીની સ્થાપના કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માતાજીની મહાઆરતી ઉતારીને આરાધના કરવામાં આવી હતી અને ત્યારબાદ પરંપરાગત વેશભૂષા સાથે રાસ-ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રિના પાવન દિવસોમાં યોજાયેલા આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઉત્સાહપૂર્વક રાસ-ગરબામાં ભાગ લીધો હતો.ડીજેના તાલે વિદ્યાર્થીઓ અને ગુરુકુલમ્‌ના ટ્રસ્ટીઓ અને સ્ટાફ ગરબે ઘૂમ્યા હતા.સમગ્ર પરિસર માતાજીની ભક્તિ, સંગીત અને આનંદના માહોલથી ગુંજી ઊઠ્યું હતું.
આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને તહેવારોના મહત્ત્વ પ્રત્યે જાગૃતિ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભક્તિ અને સંસ્કૃતિના સંગમ સમાન આ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો.
આ મહોત્સવને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓ, સંચાલકો, આચાર્ય, શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)