Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીઓનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર

અમરેલી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીઓનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીઓનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીઓનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના લાયકાત ધરાવતા નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં જરૂરી સુધારા કરાવી શકશે.

 

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, મતદાન મથકોના રેશનલાઇઝેશન/રી-એરેજમેન્ટની કામગીરી તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૬ (સોમવાર) સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ તા. ૧૨ નવેમ્બર, ૨૦૨૬ (શનિવાર)ના રોજ સંકલિત મતદારયાદીની મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે. મુસદ્દાની પ્રસિદ્ધિ બાદ તા. ૧૨ નવેમ્બર, ૨૦૨૬ (શનિવાર)થી તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬ (શુક્રવાર) સુધી હક્ક-દાવા તથા વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૨૬ (સોમવાર) સુધીમાં કરવામાં આવશે. ત્યારબાદ તા. ૦૪ જાન્યુઆરી, ૨૦૨૭ (સોમવાર)ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ લાયકાત ધરાવતા અમરેલી જિલ્લાના તમામ નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા નાગરિકો પોતાની વિગતોમાં જરૂરી સુધારા કરાવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને મતદારયાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય તેવા યુવા નાગરિકો આ કાર્યક્રમનો લાભ લઈને મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે જરૂરી છે.

 

મતદારયાદી સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે નાગરિકો ભારતના ચૂંટણી પંચના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકશે. તેમ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)