Loading Date... Gold 24K: ₹89,734 | Silver 1kg: ₹105,872 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...

દિવાળીના તહેવારમાં શિક્ષણ વિભાગની સરાહનીય પહેલ: ડી.એલ.એડ. (D.El.Ed.) પ્રવેશ પ્રક્રિયાના ઑફલાઇન રાઉન્ડના પ્રથમ દિવસે ૧,૫૦૦ વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ

દિવાળીના તહેવારમાં શિક્ષણ વિભાગની સરાહનીય પહેલ: ડી.એલ.એડ. (D.El.Ed.) પ્રવેશ પ્રક્રિયાના ઑફલાઇન રાઉન્ડના પ્રથમ દિવસે ૧,૫૦૦ વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

* ધનતેરસની મોડી રાત સુધી ચાલી પ્રવેશ કામગીરી: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિથી વધ્યો અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ* ઓછા સંસાધનો અને મર્યાદિત સમય વચ્ચે વહીવટી કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું શિક્ષણ વિભાગ******ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વ...

* ધનતેરસની મોડી રાત સુધી ચાલી પ્રવેશ કામગીરી: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિથી વધ્યો અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ

* ઓછા સંસાધનો અને મર્યાદિત સમય વચ્ચે વહીવટી કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું શિક્ષણ વિભાગ

******

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. ડી.એલ.એડ. (D.El.Ed.) એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી સાયન્સમાં પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી રહેલી બેઠકો પર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે ઑફલાઇન રાઉન્ડ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી પ્રકાશ ત્રિવેદી તથા સંયુક્ત નિયામક શ્રી બારીયાના માર્ગદર્શન હેઠળ દિવાળીના પર્વ અને તહેવારોના માહોલ વચ્ચે પણ આ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.


રાજ્ય સરકારના નિર્ણય લીધાના માત્ર બે જ દિવસમાં, મર્યાદિત સંસાધનો અને ટૂંકા સમયગાળા વચ્ચે પણ વહીવટી તંત્ર દ્વારા ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે, ધનતેરસના દિવસે પણ મોડી રાત સુધી ધમધમતી આ પ્રક્રિયા દ્વારા પ્રવેશના પ્રથમ જ દિવસે રાજ્યભરના અંદાજે ૧,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પી.ટી.સી. (D.El.Ed.) કોલેજમાં પ્રવેશ મેળવવાની તક પ્રાપ્ત થઈ છે. 


તહેવારની રજાઓ બાજુ પર મૂકીને વિદ્યાર્થીઓના ભવિષ્યને પ્રાથમિકતા આપનારું આ પગલું ખરેખર પ્રશંસનીય છે. આ સમગ્ર અભિયાન દરમિયાન શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સ્વયં મોડી રાત્રે ઉપસ્થિત રહીને કર્મચારીઓ અને અધિકારીઓનો ઉત્સાહ વધારવા જોડાયા હતા. તેમણે લગભગ એક કલાક સુધી સ્થળ પર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ત્યાં હાજર શિક્ષકગણ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો. શિક્ષણ મંત્રીશ્રીની આ સક્રિય ઉપસ્થિતિ અને માર્ગદર્શક ઉપસ્થિતિએ સમગ્ર વહીવટી ટીમ અને સ્ટાફમાં ઉર્જાનો સંચાર કર્યો હતો.


આ પડકારજનક અને મહત્વપૂર્ણ કામગીરીને સુચારુ અને પારદર્શક રીતે પાર પાડવા માટે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો, આઉટસોર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સહયોગ પૂરો પાડ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા, ત્વરિત નિર્ણયશક્તિ અને વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સમગ્ર સહયોગી ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)