Loading Date... Gold 24K: ₹89,734 | Silver 1kg: ₹105,872 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...

સમસ્ત માળીલા ગામ દ્રારા આયોજીત શ્રી શિવ મંદિર - શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

સમસ્ત માળીલા ગામ દ્રારા આયોજીત શ્રી શિવ મંદિર - શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અઢારેય વરણને સાથે રાખવાની પ્રાચીન પરંપરા માળીલાએ ઉજાગર કરી - પરશોતમ રૂપાલા ગામની એકતામા સંતોના આર્શિવાદ મળતા રહે તેવી પ્રાર્થના - દિલીપ સંઘાણીસંતો સમાજના ભેરૂ છે, માળીલા ગામનું તોરણ દાન મહારાજે બાધ્યું આ તપોભૂમિ-વલકુ બાપુમંદિરમા પુજારી બની નિત્ય દર્શન કરીએધજાઓ ફરકતી રહેવી જો...

અઢારેય વરણને સાથે રાખવાની પ્રાચીન પરંપરા માળીલાએ ઉજાગર કરી - પરશોતમ રૂપાલા ગામની એકતામા સંતોના આર્શિવાદ મળતા રહે તેવી પ્રાર્થના - દિલીપ સંઘાણી


સંતો સમાજના ભેરૂ છે, માળીલા ગામનું તોરણ દાન મહારાજે બાધ્યું આ તપોભૂમિ-વલકુ બાપુ


મંદિરમા પુજારી બની નિત્ય દર્શન કરીએ


ધજાઓ ફરકતી રહેવી જોઈએ ફફડતી નહિં માળીલા ગામને ધનતેરસ ફળી – પૂ.મોરારી બાપુ


પૂ.વલકુબાપુ ગલાલ, શેરનાથ બાપુ જુનાગઢ, પૂ.વિજયબાપુ સતાચર, પૂ. પૂ.ભક્તિરામ બાપુ ફત્તેપુર,પૂ.વ્યક્તિરામ બાજુ સા.કુંડલા


હિન્દુસ્તાનની પ્રથમ ઘટના –પુજારીને દર માસે જીવનનિર્વાહ માટે ફીકસ ડીપોઝીટના વ્યાજ દ્રારા આવકનો સ્ત્રોત


રાજશ્વિ મહાનુભાવો પરશોતમભાઈ રૂપાલા, ભરતભાઈ સુતરીયા, કૌશિકભાઈ વેકરીયા, જે.વી.કાકડીયા


ધર્મસભાનુ સંચાલન મહેશભાઈ ગઢવી,આભાર વિધી અશ્વિનભાઈ સાવલીયા દ્રારા કરવામા આવેલ


માળીલા ગામને ધનતેરસ ફળી છે, મંદિરની ધજા ફરકતી રહેવી જોઈએ ફફડતી નહિં માળીલા ગામે ધજાને ફરકતી રાખવાનું કામ કર્યું છે તેનો રાજીપો છે. મંદિરોમા પુજારી તો પુજા કરે જ પરંતુ આબુ ગામ પુજારી બની નિયમીત મંદિરે દર્શન કરવા જવાની ટેક લેવી જોઈએ આ સનાતન ધર્મ છે તેમ માળીલા ગામે યોજાયેલ શ્રી શિવ મંદિર - શ્રી રામ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ ધર્મસભાને સંબોધતા પૂ. મોરારી બાપુએ જણાવેલ કે દાન મહારાજ જે ગામનુ તોરણ બાંધે એ ગામ પવિત્ર હોય જ પરંતુ આજે ગામનુ અઢારેય વરણ યજ્ઞમાં બેસીને આહુતિ આપી એટલે માળીલા ગામ દિવ્ય-ભવ્ય બન્યુ છે જેને બિરદાવવા મારી પાસે શબ્દો નથી તેમ પૂ.બાપુએ ભાવપૂર્ણ રીતે જણાવેલ.


પૂ. વલકુ બાપુએ જણાવેલ કે, આખા માળીલા ગામે ઉપર દાનમહારાજની કૃપા છે, સંતો સમાજની નિરંતર સાથે રહે છે અને સુખઃદુખમાં ભાગ લ્યે છે. આ ગામની ૫૨૫૨ાને વંદન છે.


ધર્મસભામાં શબ્દો થી સ્વાગત કરતા દિલીપભાઈ સંઘાણીએ જણાવેલ કે, ગામના નિમંત્રણને માન આપીને પધારેલા સૌ સંતોના ચરણોમાં વંદન સાથે સ્વાગત કરૂ છુ તેમજ આ ગામને સંતોના આર્શિવાદ સતત મળતા રહે તેવી પ્રાર્થના સાથે પધારેલા સૌ ગ્રામજનો અને મહાનુભાવોનું સ્વાગત કરૂ છું.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)