Loading Date... Gold 24K: ₹90,811 | Silver 1kg: ₹107,143 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

રાજપીપળા, મંગળવાર:- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ-2026 દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા દળોના શૌર્યને સમર્પિત રહેશે.

રાજપીપળા, મંગળવાર:- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ-2026 દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા દળોના શૌર્યને સમર્પિત રહેશે. જેમાં આ વર્ષની પરેડમાં ‘નક્સલ મુક્ત ભારત’ અને ‘વિવિધતામાં એકતા’ના સંદેશને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.

આ વર્ષની પરેડમાં વિશેષ આકર્ષણ તરીકે નક્સલવાદ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર ડોગ સ્ક્વોડને સ્થાન આપવામાં આવ્યું છે. સુરક્ષા દળોના આ વફાદાર સાથીઓની ઉપસ્થિતિ દેશની આંતરિક સુરક્ષામાં પ્રાણીઓના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રસેવાના ભાવને ઉજાગર કરશે. આધુનિક સુરક્ષા વ્યવસ્થામાં ડોગની તીક્ષ્ણ સૂંઘવાની ક્ષમતા, તાલીમ અને શિસ્ત કેટલી મહત્ત્વપૂર્ણ છે તેનો સંદેશ પણ આ ડોગ સ્ક્વોડ આપશે.

સરદાર પટેલે અખંડ ભારતના નિર્માણ માટે આપેલા ઐતિહાસિક યોગદાનને સ્મરણ કરતાં આ પરેડ તેમના એકતાના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપશે.

પરેડમાં વિવિધ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટ કરશે. પોલીસ બેન્ડ, મોટરસાયકલ પ્રદર્શન, આકર્ષક ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડની ભવ્યતામાં વધારો કરશે. આ વખતે નક્સલ વિરોધી કામગીરી સાથે સંકળાયેલા ડોગ સ્ક્વોડની ઉપસ્થિતિ સુરક્ષા દળોની કાર્યક્ષમતા અને આત્મનિર્ભરતાને વિશેષ રીતે રજૂ કરશે. આ ઉપરાંત NCCના કેડેટ્સ પણ ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને ઉજાગર કરશે. 

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પર યોજાનારી એકતા પરેડ-2026 માત્ર ભવ્ય માર્ચપાસ્ટ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ દેશની એકતા, સુરક્ષા દળોના સમર્પણ, સહકાર અને રાષ્ટ્રગૌરવનું પ્રેરણાદાયી પ્રતીક બનશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)