Loading Date... Gold 24K: ₹90,650 | Silver 1kg: ₹106,953 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ધારી તાલુકાના વીરપુર મુકામે ૧૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૬૬ કે.વી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત

ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ધારી તાલુકાના વીરપુર મુકામે ૧૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૬૬ કે.વી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વીરપુર મુકામે રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ પામનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવા

રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વીરપુર મુકામે રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ પામનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા જેટકો (GETCO) અને પીજીવીસીએલ (PGVCL)ના ઉચ્ચ અધિકારીઓ […]

રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વીરપુર મુકામે રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ પામનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા જેટકો (GETCO) અને પીજીવીસીએલ (PGVCL)ના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતાં ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયાની સતત અને સક્રિય રજૂઆતોને પગલે રાજ્ય સરકાર દ્વારા વીરપુર ખાતે આ મહત્વપૂર્ણ સબસ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે આકાર પામનારા આ ૬૬ કે.વી. સબસ્ટેશનથી વીરપુર, માધુપુર, ગઢીયા અને નાની ધારી એમ કુલ ૪ ગામોને સીધો લાભ મળશે. આ વિસ્તારના ૨,૪૪૫થી વધુ સામાન્ય ગ્રાહકો તેમજ ૧,૫૦૦થી વધુ ખેતીવાડી વીજ જોડાણોને પૂરતા વીજદબાણથી (વોલ્ટેજ) સાતત્યપૂર્ણ વીજળી પ્રાપ્ત થશે અને વિસ્તારના વીજ સંબંધિત પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે.

મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના વીજ માળખા અંગે વિસ્તૃત માહિતી આપતાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકાર છેવાડાના વિસ્તારો સુધી સુદ્રઢ વીજ વ્યવસ્થા પહોંચાડવા પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં સમગ્ર અમરેલી જિલ્લામાં ૧૪ જેટલા નવા સબસ્ટેશનો મંજૂર કરી કામગીરી આગળ ધપાવવાનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લામાં ડાંગાવદર, મુંજીયાસર ખાતે ૬૬ કે.વી. તેમજ વાઘણીયા અને થોરી ખાતે ૨૨૦ કે.વી. જેવા સબસ્ટેશનો થકી સમગ્ર નેટવર્ક મજબૂત કરાઈ રહ્યું છે, જેથી આગામી ૨૦ વર્ષ સુધી જિલ્લામાં વીજળીની કોઈ સમસ્યા ન રહે તેવું આયોજન છે.

આ ઉપરાંત, ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોની ચર્ચા કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન વિસ્તારવાના કામ માટે રૂ. ૧૫૦ કરોડથી વધુ રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તળાવો ભરી ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે.

આ પ્રસંગે વીરપુર મુકામે રૂપિયા ૨૫ લાખના અંદાજિત ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પૂજ્ય મહાવીર બાપુ, પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી શ્રી મનસુખભાઈ, પ્રાંત અધિકારી શ્રી અર્પણ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહેશભાઈ સાવલિયા, તાલુકા અગ્રણી શ્રી મૃગેશભાઈ કોટડીયા, ગામના સરપંચ શ્રીમતી નીલુબહેન જોશી, જેટકોના ઉચ્ચ અધિકારી શ્રી કુબાવત, શ્રી પરમાર, પી.જી.વી.સી.એલના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)