ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા યોજાતી સંગોષ્ઠિ તા. 5 અને 6નવેમ્બરના રોજ અમદાવાદના બાલ ભારતી વિદ્યા મંદિર શાળામાં યોજાઈ ગઈ.પ્રથમ દિવસે અમદાવાદના મેયર શ્રી મા.હિતેશભાઈ બારોટની વિશેષ ઉપસ્થિતિ હતી.
મેયર શ્રી હિતેશભાઈ બારોટે જણાવ્યું કે અમે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંચાલન તળે 400થી વધું અમારી શાળાઓમાં 1.70 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓને સ્માર્ટ એજ્યુકેશન અને કન્યા કેળવણીના ક્ષેત્રમાં મહત્વનું પદાર્પણ કરી રહ્યા છીએ.યશસ્વી વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી બંને કાર્યક્રમને વેગવંતા બનાવવા માટે શિક્ષકો અને અન્ય સાથીઓનો પણ મહત્વનું યોગદાન રહ્યું છે.આજે દિપાવલીના તહેવારો નિમિત્તે પણ આપ સૌ દૂર દૂરથી આવ્યા છો તે આપની શિક્ષણનિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે. મંચની આ પ્રવૃત્તિને આપણે વધાવીએ છીએ.
આજના કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી શિક્ષણ વિભાગના વડા શ્રી ડો.મનોજ શાસ્ત્રીએ પોતાની જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષણ માટે હંમેશા તત્પર રહેવાની ભાવના વ્યક્ત કરી. રાજ્ય આચાયૅ સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ ચૌધરીએ આ કાર્યક્રમમાં પોતાની ઉપસ્થિતિ માટે રાજીપો વ્યક્ત કરીને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના સકારાત્મક કાર્યક્રમોને લઈ જવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો.
ગુજરાતભરના 20 જિલ્લાના શિક્ષકો દ્વારા ચલાવાયેલું શિક્ષણ સંવેદનાયાત્રા અભિયાન જેમાં વિદ્યાર્થીઓના હાથમાં સીધી મદદ મળે તેવો એક સંકલ્પ વ્યક્ત કરીને ઉપાડેલી આ મુહીમ કે જેમાં સમગ્ર ગુજરાતમાંથી 41.95 લાખ રૂપિયા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સાધન સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા તે સૌ સાધકોનું શિક્ષણ સંવેદના યાત્રા અભિવાદન કરવામાં આવ્યું હતું.સંગોષ્ઠિ -10 સુધી આ પ્રવૃત્તિ પહોંચી તેના પાયામાં શિક્ષણનિષ્ઠા સાથે જોડાયેલા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરને સૌએ શ્રેય આપ્યું હતું.
સરસ્વતી વિદ્યામંડળના સંચાલક અને ઘરશાળા સામાયિકના તંત્રી શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેએ ઉપસ્થિત રહીને યજમાન સંસ્થાનો પરિચય અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
બપોરની બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા ડો.સંજય મકવાણા ગુજરાતી કવિતાની સમૃદ્ધિ પર વ્યાખ્યાન આપ્યુ હતું. સર્જક શ્રી પ્રણવ ત્રિવેદીએ કાવ્ય કેડી નહીં પણ રાજમાર્ગ તે અંતર્ગત કાવ્યનું મહત્વ સ્થાપિત કર્યું.
સંચાલક કવિયત્રી શ્રી સુશ્રી ગોપાલી બુચના સંચાલન તળે વરિષ્ઠ કવિ શ્રી કૃષ્ણ દવે, ભાર્ગવી પંડ્યા, જ્યોતિ ભટ્ટ અને અર્ચના ભટ્ટ પટેલે પોતાની કાવ્યપાઠ કરીને સૌને રસ તરબોળ કર્યા હતા.દ્દિતિય દિવસે શ્રી કલ્પેશભાઈ પટેલે કાવ્યનુ રસદર્શન ગેયતા સાથે ભાવવાહી કરાવ્યું હતું.શ્રી મીનેશ વાણંદે શિક્ષણ નિતીના સ્વરુપે બદલાયેલા વર્ગખંડની પ્રસ્તુતી ખુબ અસરકારક કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર શ્રી ભગવદ્દતભાઈ ગઢવીએ કહ્યું હતું.શ્રી જીતુભાઈ જોશીએ આભાર દર્શન કર્યું હતું.શ્રી સંજયભાઈ પટેલ અને ડો.પ્રદિપસિહ સિંધા,શ્રી મુકેશભાઈ મહિડા વગેરે નુ આર્થિક અનુદાન પ્રાપ્ત થયું હતું.કાર્યક્મ સંયોજક તરીકે ડો.વિમલ પટેલની ભુમિકા અગ્રેસર રહી હતી.