ગાંધીનગર સ્થિત લોકભવન ખાતેથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે લોકભવનની નવીનીકૃત વેબસાઇટ https://www.lokbhavan.gujarat.gov.in નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટનું નવીનીકરણ ગુજરાત ઇન્ફોર્મેટીકસ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.
વહીવટી પારદર્શિતા અને ગુડ ગવર્નન્સના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવેલી આ વેબસાઇટના માધ્યમથી લોકભવનની કામગીરી અંગેની માહિતી નાગરિકો સુધી વધુ સરળ અને ઝડપથી પહોંચી શકશે. નવીનીકૃત વેબસાઇટને અત્યાધુનિક ટેકનોલોજી સાથે મોબાઇલ ફ્રેંન્ડલી અને કમ્પ્યુટર બંને પર સરળતાથી ચલાવી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
રાજ્યપાલશ્રીએ આ નવીનીકૃત વેબસાઇટ તૈયાર કરનાર સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજના આધુનિક ડિજિટલ યુગમાં માહિતીનો ઝડપી અને સચોટ પ્રસાર અત્યંત જરૂરી છે.
આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રીના સચિવ શ્રી મેહુલ કે. દવે, લોકભવનના વરિષ્ઠ અધિકારીઓ, જી.આઈ.એલ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.