Loading Date... Gold 24K: ₹90,833 | Silver 1kg: ₹107,169 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલીની નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ ખાતે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસના સેટેલાઇટ સેમિનારનું આયોજન

અમરેલીની નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ ખાતે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસના સેટેલાઇટ સેમિનારનું આયોજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી: NASYA ગુજરાત દ્વારા અમરેલીની નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ ખાતે ૧૧મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસના સેટેલાઇટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી: NASYA ગુજરાત દ્વારા અમરેલીની નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ ખાતે ૧૧મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસના સેટેલાઇટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ આયુર્વેદના વૈશ્વિક પ્રચાર-પ્રસાર, સંશોધન, નવીનતા અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો હતો.

આ પ્રસંગે આગામી ૧૦થી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભુવનેશ્વર, ઓડિશા ખાતે યોજાનારી ૧૧મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (World Ayurveda Congress – WAC) અંગે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયુર્વેદના જ્ઞાન, સંશોધન, નવીન વિચારો અને વૈશ્વિક સ્તરે તેની સંભાવનાઓને ઉજાગર કરવામાં વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ગ્લોબલ આયુર્વેદ કોલેજ, રાજકોટ ના પ્રિન્સિપાલ ડો. શ્રેયસ ભાલોડિયા, નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ, અમરેલીના પ્રિન્સિપાલ ડો. પ્રશાંત ક્રિષ્નન, વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ)ના અમરેલી જિલ્લા સંયોજક તથા કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ, અમરેલીના પ્રોફેસર ડો. યતીન જે. તેરૈયા, વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ)ના અમરેલી જિલ્લા સહસંયોજક ડો. અરુણ રામચંદ્રન તથા NASYA ગુજરાતના પ્રમુખ ડો. શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનારમાં ડો. શ્રેયસ ભાલોડિયાએ “Innovation & Entrepreneurship in Ayurveda” વિષય પર પ્રેરણાત્મક પ્રબોધન આપ્યું હતું. તેમણે આયુર્વેદના ક્ષેત્રમાં નવીન વિચારો, સંશોધન અને ઉદ્યમશીલતા દ્વારા નવી તકો ઊભી કરવાની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

ડો. અરુણ રામચંદ્રને વિજ્ઞાન ભારતી વિજ્ઞાન ગુર્જરીની પ્રવૃત્તિઓ, વિજ્ઞાનના લોકપ્રસાર અને ભારતીય જ્ઞાનપરંપરાને વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધારવાના પ્રયાસો અંગે માહિતી આપી હતી. જ્યારે ડો. શક્તિસિંહ ગોહિલે NASYA અને વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસની ભૂમિકા, હેતુઓ તથા આયુર્વેદના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર માટેની વિવિધ પહેલો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન NASYA ગુજરાતના પ્રમુખ ડો. શક્તિસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન અને ટીમના સહયોગથી સેમિનારનું સફળ આયોજન થયું હતું.

આ સેમિનાર દ્વારા આયુર્વેદના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોમાં આયુર્વેદના આધુનિક વિકાસ, નવીન સંશોધન તથા ઉદ્યમશીલતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ આયુર્વેદની સમૃદ્ધ ભારતીય પરંપરાને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ સાબિત થયો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)