પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને શનિવારે 450 કિમીની રેન્જ ધરાવતી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ, અબ્દાલી વેપન સિસ્ટમના સફળ તાલીમ પ્રક્ષેપણનો દાવો કર્યો.
આ પરીક્ષણ સંભવતઃ આર્મીની સ્ટ્રેટજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ કરાયેલા ઓપરેશનલ યુઝર ટ્રાયલનો હિસ્સો હતું. જે પાકિસ્તાનના પરમાણુ સક્ષમ મિસાઈલ દળોની દેખરેખ કરે છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે, અબ્દાલી વેપન સિસ્ટમના નામે જાણીતી આ મિસાઈલનું પરીક્ષણ મિલિટ્રી ડ્રીલ એક્સરસાઈઝ ઈન્ડસ હેઠળ કરાયું હતું. આ પરીક્ષણ દરમિયાન પાકિસ્તાન આર્મીના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ શાહબાઝ ખાન અને સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના ડીજી મેજર જનરલ શહરયાર પરવેઝ બટ્ટ પણ હાજર હતા.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સેનાના એક નિવેદન અનુસાર, આ પ્રક્ષેપણ મિસાઇલની અદ્યતન નેવિગેશન સિસ્ટમ અને સુધારેલ મેન્યુવરેબિલિટી સહિત મુખ્ય તકનીકી સુવિધાઓને ચકાસવા અને ઓપરેશનલ તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ પરીક્ષણ “એક્સરસાઇઝ INDUS” ના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું, જોકે કવાયત વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
“આ પ્રક્ષેપણનો હેતુ સૈનિકોની ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવા અને મિસાઇલની અદ્યતન નેવિગેશન સિસ્ટમ અને ઉન્નત મેન્યુવરેબિલિટી સુવિધાઓ સહિત મુખ્ય તકનીકી પરિમાણોને માન્ય કરવાનો હતો,” પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.


















Recent Comments