અમરેલી

’’તેરા તુજકો અર્પણ’’કાર્યક્રમ અંતગર્ત રાજુલા પોલીસ સ્ટેશનના અરજદારશ્રીનો VIVO V-15 મોબાઇલ રૂ.10,490/- ની કિંમતનો હ્યુમન સ્ત્રોતથી પરત અપાવતી રાજુલા પોલીસ ટીમ

ભાવનગર રેન્જઆઇ.જી.પી.શ્રી.આર.વી.અસારી સાહેબ ભાવનગર રેન્જ ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જિલ્લામાં બનતા મિલ્કત સબંધીત
ગુમના બનાવમાં ત્વરિતપણે પગલાં લઇ ગુમ થયેલ મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં તથા ’’ તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમ સાર્થક કરવાંસુચના
આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબતથા રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા
સાહેબનાઓએઅમરેલી જિલ્લામાં મિલકત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં તથા ’’ તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમની
અમલવારી કરવાં સુચના આપેલ હોય,
જે અનુસંધાને રાજુલાપો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામે અરજદાર શ્રી આશાબેન વા/ઓ
રણજીતભાઇ ગોહીલ રહે.જુની માંડરડી વાળાએ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી જાણ કરેલ કે, તેમનો VIVO Y-15 મોબાઇલ ફોન
રાજુલા તાલુકાના જુની માંડરડી થી ધારેશ્વર વચ્ચે પડી ગયેલ છે અને શોધતા મળી આવેલ નથી એવું જણાવતા હોય
જેથી પોલીસ ઇન્સપેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબે રાજુલા આગરીયા બીટ ઇન્ચાર્જ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેઓને
આ બાબતે મોબાઇલ ફોનની શોધખોળ તપાસ કરવાં જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આગરીયા બીટ ઇન્ચાર્જ તથા
સ્ટાફે તપાસ કરી કરાવતા તેમજ CEIR PORTAL ના આધારે અરજદારશ્રીનો VIVO Y-15 મોબાઇલ ફોન મળી
આવેલ હોય જેથી અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી મોબાઇલની ખરાઇ કરી મોબાઇલ ફોન મુળ માલીકને
પરત કરી ’’તેરા તુજકો અર્પણ’’સુત્રને સાર્થક કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-

આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરાસાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા

પોલીસસ્ટેશનની આગરીયા બીટ દ્રારા કરવામાં આવેલ છે.

Related Posts