અમરેલી

મૃદુ હદય નો મેળાવડો શિશુવિહાર બુધસભાની 2402 ની બેઠક યોજાય

ભાવનગર શિશુવિહાર બુધસભાની 2402 ની બેઠક 29/7/2026 ના રોજ શિશુવિહાર ખાતે યોજાઈ. જેમાં ગુજરાત સાહિત્યપરિષદમાંથી કવયીત્રી શ્રી રક્ષા શુક્લ તથા કવિ શ્રી પ્રણવ ઠાકર ઉપસ્થિત રહ્યા. શ્રી પ્રણવ ઠાકર અને શ્રી રક્ષા શુક્લ એ પોતાની વિવિધ રચનાઓ સુંદર રીતે રજૂ કરી. બંનેની વિશેષતા એ પણ રહી કે અમુક રચનાઓ નું ગાન પણ કર્યું ..એક સારા ગાયક કલાકાર હોય તેવી રીતે બંને કવિઓએ પ્રસ્તુતિ કરી. અંતમાં કવિ શ્રી વિનોદ જોશી એ આજના બંને કવિઓની પ્રસ્તુતિ સંદર્ભે સુંદર સંકલન અને સમાપન કર્યું. આજની બુધસભામાં 45 જેટલા કવિઓ અને ભાવકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જીત ચુડાસમાએ કર્યું…

Related Posts