ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 42 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી…
સંસ્થા આયોજિત 533મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ.સુધાબેન કનુભાઈ શાહની સ્મૃતિમાં હસ્તે શ્રી શીતલબેન જતીનભાઈ શાહ તરફથી
તારીખ 30 જૂનના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો..
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી
તથા શિવાનંદ આઈ હોસ્પિટલના ( વીરનગર ) સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં દર્દીઓની આંખ તપાસ ડો. પ્રિયંકાબેન સોરઠીયાની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામને શિશુવિહાર પરિસરમાં ડો.મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ 9 દર્દીઓને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા..
દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરો એ સેવા આપી હતી


















Recent Comments