અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર છાણી પીણીનું હબ ગણવામાં આવે છે સાવરકુંડલા શહેરમાં 50થી વધુ અલગ અલગ ભોજન અને ફાસ્ટ ફૂડની શોપ આવેલી છે પરંતુ સાવરકુંડલા શહેરમાં એક એવી દુકાન છે કે જ્યાં શાક પુરીનું વેચાણ કરવામાં આવે છે અને 60 થી 100 લોકો રોજ શાક પુરી ખાવા માટે આવે છે.
પાર્થ મહેતા એ જણાવ્યું કે પોતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહે છે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને હાલ એક શાક પુરીનો વ્યવસાય કરે છે ફાસ્ટ ફૂડ નો વ્યવસાય કરે છે છેલ્લા ચાર વર્ષથી શાક પુરીનું વેચાણ કરે છે સાવરકુંડલા શહેરમાં 50થી વધુ ગામના લોકો ખરીદી કરવા આવે છે પોતાની શોપ ઉપર રોજના 50 થી 100 વ્યક્તિ શાક પુરી ખાવા માટે આવે છે સ્વાદિષ્ટ અને ગરમાગરમ શાક પુરી ખવડાવવામાં આવે છે જેથી લોકોનો દિન પ્રતિદિન પ્રતિસાદ વધી રહ્યો છે એક શાક પુરીની પ્લેટનો 50 રૂપિયા ભાવ છે જેમાં એક શાક અને છ પુરી આપવામાં આવે છે સલાડ આપવામાં આવે છે અને લોકો અહીં હોંશે હોશે ખાય છે.
2500 થી 3000 રૂપિયાનો રોજનો વ્યવસાય થાય છે અને જેમાંથી ₹1000 સુધીનો નફો થાય છે હાલ પોતે સાવરકુંડલા શહેરના મણીભાઈ ચોક વિસ્તાર ની અંદર રાઉન્ડ ઉપર પોતાની એક શોપ છે અને ત્યાં આશાપુરી નો વ્યવસાય કરી રહ્યા છે સાવરકુંડલા શહેરમાં સૌથી વધુ પાવભાજીનો સ્વાદ લેવા લોકો આવતા હોય છે પરંતુ હવે શાક પુરીનો સ્વાદ લેવા માટે પણ આવતા થયા છે


















Recent Comments