બોટાદ ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ (છાત્રાલય), બોટાદ દ્વારા તા. ૩૧/૦૫/૨૦૨૬, રવિવારના રોજ “વિધા ગૌરવ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સમાજના ધોરણ ૩ થી ધોરણ ૧૨ ( સામાન્ય પ્રવાહ,કોમર્સ,વિજ્ઞાન પ્રવાહ) માં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મેડલ ,પ્રમાણપત્ર, સ્મૃતિચિહ્ન તેમજ ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની મહેનત, લગન અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી તેમને જીવનમાં વધુ ઊંચાઈઓ પ્રાપ્ત કરવા પ્રેરણા આપવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત શ્રી બોટાદ ગુર્જર પ્રજાપતિ છાત્રલયના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ મેખિયા અને શ્રી બોટાદ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રી મગનભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે. આજના સન્માનિત સમાજ માટે અન્ય વિધાર્થીઓ પ્રેરણાસ્ત્રોત બની વિદ્યાર્થીઓને પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ, સમાજના આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન શ્રી બોટાદ ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ (છાત્રાલય) ના હોદ્દેદારો અને શિક્ષણ સમિતી દ્વારા કરવામાં આવ્યું હતું.અંતમાં સૌના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
વિદ્યા ગૌરવ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો


















Recent Comments