તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિર દિહોરના વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. શાળામાં અભ્યાસ કરતા જાની પાયલબેન જગદીશભાઈએ 98.38 PR. સાથે શાળામાં પ્રથમ, બાંભણીયા હસ્તીબેન ધીરુભાઈ 97.89 PR.સાથે શાળામાં દ્વિતીય તથા પનોત સુજલબેન મહેશભાઈ 97.77 PR.સાથે શાળામાં તૃતિય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ છે. શાળાના કુલ 9 વિદ્યાર્થીઓ પૈકી 5 વિધાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે 2 વિધાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. બાંભણીયા હસ્તીબેન ધીરુભાઈએ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે જ્યારે વિજ્ઞાન વિષયમાં 6 વિધાર્થીઓએ 90 થી વધારે ગુણ, ગણિત વિષયમાં 6 વિધાર્થીઓએ 90 થી વધારે ગુણ, સંસ્કૃત વિષયમાં 7 વિધાર્થીઓએ 90 થી વધારે ગુણ, સમાજમાં 6 વિધાર્થીઓએ 90 થી વધારે ગુણ, ગુજરાતી વિષયમાં 4 વિદ્યાર્થીઓએ 90 થી વધારે ગુણ પ્રાપ્ત કરી શાળાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
શ્રી વિવેકાનંદ વિદ્યામંદિરની ssc (ધોરણ:- 10) ની અનેરી સિદ્ધિ




















Recent Comments