અમરેલી

સાવરકુંડલામાં તા. ૨૩ જૂન,૨૦૨૬ના રોજ મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મહિલા ઉમેદવારોને રોજગારીની વધુ તકો પ્રાપ્ત થાય તે હેતુથી તા. ૨૩/૦૬/૨૦૨૬ના રોજ મહિલા વિશેષ ભરતીમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ભરતીમેળો વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલા ખાતે સવારે ૧૧ વાગ્યે યોજાશે. આ ભરતીમેળામાં એલ.આઈ.સી ઓફ ઈન્ડિયા, સિંટેક્ષ ઇન્ડ્સ્ટ્રીઝ, એ.આઈ.એમ લિમિટેડ, એચ.ડી.એફ.સી લાઈફ ઇન્સ્યોરન્સ તથા ક્રેડિટ એક્સેસ ગ્રામીન લિમિટેડ સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ ભાગ લેશે. આ ભરતીમેળામાં એજન્ટ, મહિલા વીમા સખી, એજન્ટ, મશીન ઓપરેટર, આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર, બ્રાન્ચ મેનેજર, પાર્ટનર એન્ડ એસોસિયેટ તેમજ ટ્રેનિંગ સેન્ટર મેનેજર જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ધોરણ ૧૦,૧૨, આઈ.ટી.આઈ તેમજ સ્નાતક લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારોને રોજગારી મેળવવાની ઉત્તમ તક ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે, અનુબંધમ પોર્ટલ પર જે ઉમેદવારનું રજિસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવો અથવા ફોન નં. ૦૨૭૯૨-૨૨૩૩૯૪ ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts