ગુજરાત

યુથ પાર્લામેન્ટ” ૨૦૨૪-૨૫ ગાંધીનગર જિલ્લાની વકતૃત્વ સ્પર્ધા તા.૨૬/૦૩/૨૦૨૫

રાજય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તા.૨૬/૦૩/૨૦૨૫ના રોજ ‘યુથ પાર્લીમેન્ટ”નું આયોજન કરવામાં આવનાર છે. “યુથ પામેન્ટિ-અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજુથ ધરાવતા ગાંધીનગર જિલ્લાના રસ ધરાવતા યુવક-યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં (૧) ભારતીય બંધારણના ગૌરવશાળી વર્ષ (ર) વિકસિત ભારત જ્ર૨૦૪૭ (૩) વન નેશન વન ઈલેક્શન: વિકસિત ભારત માટે મોકળો માર્ગ આ વિષય પર ગુજરાતી. હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનિટની સમયમર્યાદામાં પોતાનું વકતવ્ય આપવાનું રહેશે. તથા આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ દસ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. આ સ્પર્ધા તા.૨૬/૦૩/૨૦૨૫ના રોજ ગર્વમેન્ટ કોમર્સ કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ તા.૨૫/૦૩/૨૦૨૫ સુધીમાં સાંજે ૦૬:૧૦ સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વીંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે સાદા કાગળમાં અરજી મોકલી આપવાની રહેશે.

Related Posts