અમરેલી

અમરેલી જિલ્લા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

રાષ્ટ્રીય સ્તરની યોજના અનુસાર અને પ્રદેશ ભાજપનાં માર્ગદર્શન મુજબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન
2026 અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ તારીખ 20, 21, 22 ઓગસ્ટ સુધી પ્રેરણાધામ જુનાગઢ ખાતે યોજાયો હતો.
ભારતીય જનતા પાર્ટીની કાર્યપ્રણાલિ મુજબ જિલ્લા ભાજપનાં અપેક્ષિત આગેવાનોનાં પ્રશિક્ષણ માટે ગરવા ગિરનારની ગોદમાં,
ભવનાથ મહાદેવનાં સાનિધ્યે, નયન વાતાવરણ વચ્ચે ત્રિદિવસિય અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વર્ગમાં અપેક્ષિત જિલ્લા ભાજપનાં હોદ્દેદારો,
સરકારમાં મંત્રી, પૂર્વ મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ પ્રમુખશ્રીઓ, મીડિયા-
સોશિયલ મીડિયા વિભાગ, મોરચાનાં પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લાનાં મંડળોના પ્રમુખો અને પ્રભારીઓએ ત્રણ દિવસ સુધી વર્ગ સ્થાન પર સાથે
રહીને પ્રશિક્ષણ મેળવ્યું હતું.
ઉદ્ઘાટન સત્ર થી લઈને સમાપન સત્ર સુધીમાં અલગ-અલગ 11 વિષયો પર ગુજરાત પ્રદેશ ભાજપનાં સિનિયર આગેવાનોએ
તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું.
આ વર્ગમાં અમરેલી જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, વર્ગના વાલી તરીકે રાજકોટના અગ્રણી મનીષભાઈ
રાડીયા, વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપનાં 1) હર્ષદગીરી ગોસાઈ, 2) ભરતભાઈ પંડ્યા, 3) પ્રદીપભાઈ ખીમાણી, 4) રાજીવભાઈ પંડ્યા,
5) રમીલાબેન બારા, 6) ઝવેરીભાઈ ઠકરાર, 7) અમોહભાઈ શાહ, 8) રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, 9) સૂરેશભાઈ માંગુકિયા, 10)
ધીરૂભાઈ ધામેલિયા, 11) પ્રાંજલભાઈ દેસાઈએ પોતાને સોંપવામાં આવેલ વિષયનું અનુભવસિદ્ધ માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપનાં પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા
અને મહિલા મોરચાના મહામંત્રીશ્રી ભાવનાબેન વિરપરા એ સ્થાન ધર્મ નિભાવિને વર્ગમાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ગમાં અમરેલીનાં લોકપ્રિય
સાંસદ ભરતભાઈ સુતરિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ દક્ષાબેન ચોડવડિયા, પૂર્વ મંત્રી
બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ ધારાસભ્યો મનસુખભાઈ ભુવા, અમરીશભાઈ ડેર, પ્રદેશ કિશન મોરચાનાં પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપનાં
પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી સહિત પ્રશિક્ષણાર્થી તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભાજપનાં ઇતિહાસની ઝાંખી અને અમરેલી જિલ્લા ભાજપનાં વિષેની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી.
તેમજ ટ્રેનિંગ હોલનાં ટેબલ ઉપર અમરેલી જિલ્લાનાં વંદનીય સંતો સ્વતંત્રસેનાનીઓ, મહાપુરુષો તેમજ મહત્વનાં ઐતિહાસિક ધારમિક સ્થાનો
દર્શાવવામાં આવ્યા હતાં. વહેલી સવારની શાખા, યોગ-પ્રાણાયામથી લઈને ભોજન, નિવાસ વ્યવસ્થા અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો સુધીની
ભરચક દિનચર્યા સમય પાલનથી અને શિષ્ટબદ્ધ રીતે ચાલી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનાં નેતૃત્વમાં આયોજીત આ અભ્યાસ વર્ગમાં મહામંત્રીઓ મયુરભાઈ માંજરિયા, રાજુભાઈ
ભૂતૈયા, ચેતનભાઈ શિયાળ સાથે વ્યવસ્થા ટીમનાં જીતુભાઈ પાઘડાળ, પ્રકાશભાઈ પાનસુરિયા, રાકેશભાઈ સાવલિયા, ડેનીભાઈ પરમાર,
હિતેશભાઈ કલકાણી, પ્રદીપભાઈ ભાખર, જીગ્નેશભાઈ સાવજ, મહેન્દ્રભાઈ ચાવડા, પરેશભાઈ ગોહિલ, અશોકભાઈ ચૌહાણ, હિરેનભાઈ
ચાવડા, પ્રવિણભાઈ બોરડ, દેવરાજભાઇ રાંક, પ્રકાશભાઈ રાદડિયા, ચિરાગભાઈ પરમાર, કશનભાઈ ભીલ, જતીનભાઈ સાવલિયા, જય
નાંઢાં, જીગ્નેશભાઈ દાફડા સહિતનાં આગેવાન કાર્યકરોએ ખૂબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર વર્ગનું સુચારુ સંચાલન દિવ્યેશભાઈ વેકરિયાએ
કર્યુ હતું તેમ જિલ્લા ભાજપનાં મીડિયા કન્વીનર વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

Related Posts